નિરોણા ખાતે બાલિકા પંચાયતની બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ અન્વયે ડીએચઈડબલ્યુની ટીમ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે બાલિકા પંચાયતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની માર્ગદર્શિકા મુજબ બાલિકા પંચાયતની કામગીરી વિષે મિશન કો-ઓર્ડીનેટર ફોરામબેન વ્યાસ દ્વારા સમજ આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ તથા બાળકીઓ માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી તેમને યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.બેઠક દરમિયાન સાયબર સુરક્ષા, સ્વચ્છતા,૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ બાલિકાઓમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય, નેતૃત્વ ક્ષમતમાં વધારો થાય અને સમાજમાં સક્રિય ભાગીદારી માટે તેઓ પ્રેરિત બને તે માટે વિવિધ માહિતીસભર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાલિકાઓને નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી ત્યાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, માતા - બાળ આરોગ્ય અને સ્વાસ્થ્ય સબંધિત વિવિધ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સરપંચ નરોતમભાઈ, ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસ, એફએચડબલ્યુ રમીલાબેન, ક્રિષ્નાબેન ભુડિયા, અર્ચનાબેન ભગોરા, ઉજાલાબેન, બાલિકા સરપંચ વંશીબેન ભાનુશાળી જોડાયા હતા. કાર્યક્રમનો હેતુ બલીકોમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવી તેમને સશક્ત બનાવવાનો હતો.
-----------

Comments