ભચાઉ પટ્ટામાં યુરીયા ખાતર ના કાળાબજારીયાઓ બેફામ : આવા તત્વો સામે ‘પાસા’ તળે જ કરો કડક લાલઆંખ
માત્ર શંકાસ્પદ જથ્થો ઝડપાયાના સંતોષના બદલે તમામ આધાર-પુરાવાની ઊંડાણપૂર્વક ચકાસણી અનિવાર્યઃ પકડાયેલા ત્રણેય શખ્સો સામે કડક પૂછપરછ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા માંગઃ સબસીડીવાળું ખાતર મંડળીઓમાંથી બારોબાર સગેવગે કરી પ્લાયવુડ ફેક્ટરીઓમાં ગ્લુ બનાવવા વપરાતું હોવાની પ્રબળ આશંકા’
જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી મળેલી સુચના અને પોલીસતંત્ર પાસેથી આવેલ પત્રના આધારે અમે કબ્જાના ખાતરમાથી સેમ્પલ લીધા છે, તપાસ અર્થે મોકલાવીશુ અને જિલ્લા કક્ષાએથી પણ સબંધિત લોકોના મંડળી સહિતના જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુમાં છે, લેબ રીપોર્ટ આવ્યા બાદ જરૂરથી નિયમ અનુાસરની કાર્યવાહી કરાશે : શ્રી માલી(ખેતીવાડી અધિકારી ઈન્ચાર્જ ભચાઉ)
જગતનો તાત લાઈનોમાં ઊભો રહે અને કાળાબજારીયાઓ માલામાલ થતા હોવા છતાં જિલ્લા કિસાન સંઘ મૌન કેમ?
અમે કંઈ ખોટુ નથી કર્યુ, શંકાસ્પદ જથ્થા તરીકે મુદામાલ પકડયો હતો પોલીસે, ત્રણેય જામીન પર મુકત થઈ ગયા છીએ, અમારાથી આધાર-પુરાવા માંગ્યા છે તે અમે પુરવાર કરી દઈશુ, બાકીના આક્ષેપો ખોટા છે : શ્રી રઘુભા વાઘેલા (પૂર્વ એપીએમસી ચેરમેન ભચાઉ, ઝડપાયેલા ત્રણ પૈકીના એક શખ્સના પિતા)
ભચાઉઃ વાગડ અને પૂર્વ કચ્છના ભચાઉ પટ્ટામાં સબસીડીવાળા સરકારી યુરીયા ખાતરની બારોબાર કાળાબજારી કરતું મોટું નેટવર્ક સક્રિય હોવાની વિગતો બહાર આવતા ભારે હોબાળો મચી ગયો છે. ભચાઉ પોલીસ દ્વારા વેરાઈ કૃપા હોટલ નજીકથી બિનઅધિકૃત શંકાસ્પદ યુરીયા ખાતરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે લોકમુખે ચર્ચા ઉઠી છે કે આવાખેડૂતવિરોધી તત્વો સામે માત્ર સામાન્ય ગુનો નોંધીને સંતોષ માનવાના બદલે સીધી ‘પાસા’ (ઁછજીછ) તળે જ કડક કાર્યવાહી કરીને જેલ ભેગા કરવા જોઈએ. આ પ્રકરણમાં માત્ર શંકાસ્પદ જથ્થો પકડાયો એટલું પૂરતું નથી, પરંતુ જથ્થાના ઉદ્ગમ સ્થાનથી લઈને તેના એન્ડ-યુઝર સુધીની તમામ કડીઓની કડક કાયદાઓની જોગવાઈ અનુસાર ચકાસવી જોઈએ અને તમામને નશ્યત કરવા ઘટે. બીજીતરફ આ બાબતે ભચાઉ એપીએમસીના પૂર્વ્ ચેરમેન કે જેમના પુત્ર રાજેન્દ્રભાઈ પણ ત્રણ પકડાયેલા શખ્સોમાં હતા તેવા શ્રિ રઘુભા વાઘેલાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી પાસે ર૯મી જુનના રોજ આ ખાતર આવ્યુ હતુ, અમે તે વેંચાણ ન હોતુ કર્યુ, રાખ્યુ હતુ, અમારી રજીસ્ટર્ડ મંડળી છે, પોલીસે તપાસ કરી અને શંકાસ્પદ જથ્થા તરીકે પકડયો હતો, અમારા પુત્ર સહિત ત્રણ્યે જામીન પર મુકત થઈ ગયા છે, અમારાથી જે આધારો માંગશે તે અમે તંત્રને પુરા કરી દઈશુ, બાકી આક્ષેપો ખોટા છે, અમે કોઈ કાળા બજારી કરી નથી. હવે અહી સવાલ એ થાય છે કે , એકતરફ ખેડુતોને ખાતરની અછતની સ્થિતી સર્જાયેલ દેખાય છે, ત્યારે બીજીતરફ આ મંડળી સંચાલિત ગોડાઉનમાં ર૯મી જુનથી લઈ અને ૧૬મી જુલાઈ સુધી કોઈ ખરીદદાર નથી આવ્યા? તેમ કહેવાય છે? એ વિષય આશ્ચર્યજનક નથી લાગતો? આટલો સમયે યુરિયા ખાતર જે ખેડુતોને વિતરણ અને વેંચાણ કરવા મંગાવાયેલો હતો તે તીવ્ર ડીમાન્ડ વચ્ચે પણ પડતર પડયો રહ્યો? તો વળી આ સમગ્ર મામલે ભચાઉના ઈન્ચાર્ઝ ખેતીવાડી અધિકારીશ્રી માલીની સાથે વાતચીત કરતા તેણે કહ્યુ હતુ કે, પોલીસે યુરીયાનો શંકાસ્પદ જથ્થો ગઈકાલે પકડયો હતો, આજ રોજ અમને જાણ કરવામા આવતા પોલીસના કબજાવાળા ખાતરમાથી સેમ્પલો લીધા છે તે લેબમાં મોકલી આપવામા આવશે અને અહેવાલ આવ્યા બાદ અમે અભિપ્રાય આપીશુ જે પછી પોલીસતંત્ર તેના પર કાર્યવાહી કરશે. ઝડપાયેલાઓમાથી એકની મંડળી છે તો તેમની તમામ વિગતો જિલ્લાકક્ષાએથી એકત્રિત થઈ રહી છે અને તે પણ ક્રોસ વેરીફીકેશન ચાલી રહ્યુ છે જિલ્લાસ્તરથી આગામી પગલા એ બાબતે લેવામા આવી શકે છે તેમ શ્રી માલીએ જણાવ્યુ હતુ.’
...................
હવે નિયમ અનુસાર કયા વિભાગે કઈ કાર્યવાહી કરવી જોઈએ?
ગાંધીધામ : ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ કચ્છ અને ભચાઉ પટ્ટામાં જ્યારે પોલીસ બિનઅધિકૃત કે શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો પકડે, ત્યારે માત્ર પોલીસ જ નહીં પરંતુ સરકારના અલગ-અલગ વિભાગોએ નિયમ અનુસાર કડક કાનૂની અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવાની હોય છે.“જો આ ખાતર તસ્કરી કે કાળાબજારીમાં છઁસ્ઝ્ર(માર્કેટ યાર્ડ)ના ચેરમેનનો દીકરો અથવા કોઈ વગદાર વ્યક્તિ પકડાય, તો સહકારી મંડળીઓ અને માર્કેટિંગ નેટવર્કની ભૂમિકા અત્યંત શંકાસ્પદ બને છે. આ સમગ્ર વિષય પર નિયમો અને વગદારોની સંભવિત ભૂમિકાઓની વાત કરીએ તો “જ્યારે પોલીસ ખાતરનો જથ્થો પકડે છે, ત્યારે તે માત્ર આઈ.પી.સી./બી.એન.એસ. હેઠળ ગુનો નથી બનતો, પરંતુ તે આવશ્યક વસ્તુ અધિનિયમ (ઈજજીહૈંટ્ઠઙ્મ ર્ઝ્રદ્બર્દ્બઙ્ઘૈૈંીજ છષ્ઠં, ૧૯૫૫)નો ભંગ છે. આથી સંયુક્ત કાર્યવાહી થવી જોઈએઃ
૧. ખેતીવાડી વિભાગની કાર્યવાહી સેમ્પલિંગ અને લેબોરેટરી ટેસ્ટઃ ખેતીવાડી અધિકારીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ખાતરના સેમ્પલ લેવાના હોય છે, જેથી સાબિત થઈ શકે કે આ ખાતર સરકારી સબસીડીવાળો ‘એગ્રીકલ્ચર ગ્રેડ’ (ખેતી માટેનો) જથ્થો છે કે ‘ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ’ છે.ખાતર નિયંત્રણ હુકમ (હ્લીિૈંઙ્મૈડીિ ર્ઝ્રહંર્િઙ્મર્ ંઙ્ઘિીિ - હ્લર્ઝ્રં, ૧૯૮૫) હેઠળ ગુનોઃ લાયસન્સ વગર ખાતરનો સંગ્રહ કે વેચાણ કરવા બદલ કલેક્ટર કચેરી અને ખેતીવાડી વિભાગ દ્વારા આ અધિનિયમ હેઠળ સત્તાવાર ફરિયાદ દાખલ થાય છે.
૨. પોલીસ વિભાગની સઘન તપાસ મ્દ્ગજી અને આવશ્યક વસ્તુ ધારોઃ પોલીસ કલમ ૪૧/વન ડી (શંકાસ્પદ મિલકત) ઉપરાંત, આવશ્યક વસ્તુ ધારાની કલમ ૩ અને ૭ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરે છે.‘પાસા’ તળે કાર્યવાહીઃ જો આરોપીઓ રીઢા ગુનેગાર હોય કે સંગઠિત કાળાબજારી કરતા હોય, તો જિલ્લા કલેક્ટરની મંજૂરીથી તેમની સામે પાસા હેઠળ સીધી જેલ ભેગા કરવાની કાર્યવાહી થઈ શકે.
૩. સહકારી મંડળીઓ અને રજીસ્ટ્રાર વિભાગ “જો ખાતર કોઈ સરકારી મંડળીમાંથી બારોબાર નીકળ્યું હોય, તો જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તે મંડળીના દસ્તાવેજો, સ્ટોક રજીસ્ટર અને ર્ઁજી (ર્ૈઁહંર્ ક જીટ્ઠઙ્મી) મશીનની ઓડિટ તપાસ થાય છે.
........................
પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સબસીડી ખાતરનો ગેરકાયદે વપરાશ!
ગાંધીધામ : ભચાઉ અને અંજાર પંથકમાં પકડાયેલા શખ્સો સામે કડક પૂછપરછ દરમિયાન કેટલાક પાયાના સવાલોના જવાબો મેળવવા અનિવાર્ય બન્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ગરીબ ખેડૂતો માટે સરકારે સબસીડી પર આપેલું આ ખાતર આ તત્વો લાવ્યા ક્યાંથી? અગાઉ આ ટોળકી દ્વારા કેટલી વાર આવો જથ્થો બારોબાર
ઉપાડવામાં આવ્યો હતો અને તે કોને સપ્લાય થતો હતો?સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જથ્થો સ્થાનિક સ્તરે આવેલી પ્લાયવુડ ફેક્ટરીઓમાં જ જતો હોવાની પ્રબળ આશંકા છે. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં લાકડાને ચોંટાડવા માટેના ગ્લુ બનાવવા માટે મોટા પ્રમાણમાં યુરીયાની જરૂર પડે છે. જો ઉદ્યોગો કાયદેસરનું ઇન્ડસ્ટ્રીયલ યુરીયા ખરીદે તો તે ખૂબ જ મોંઘું પડે છે, પરિણામે પોતાનો નફો વધારવા માટે આ ફેક્ટરી માલિકો કાળાબજારીયાઓ સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના ભાગનું સસ્તું સબસીડીવાળું ખાતર બારોબાર ખરીદી લે છે. કઈ પ્લાયવુડ કંપની આ પાપમાં ભાગીદાર છે તેની સામે પોલીસ અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કડક તપાસ કરવી જોઈએ.
.......................
ખાતર અછતના પાટિયા વચ્ચે તાલુકા-જિલ્લા કિસાન સંઘનું રહસ્યમય મૌન કેમ?
શું યુરીયા કે સબસીડીવાળા ખાતરની ચોરી એ કોઈ ખેડુતને લગતો મુદો નથી? કિસાન સંઘો આવા મુદાઓમાં માત્ર રજુઆત કરી, આવેદન આપીને સંતોષ માની લેવાના બદલે ખાતર ચોરો સામે ધાક બેસાડતી લાલઆંખ થાય ત્યા સુધી લડી લેવાની કેમ લડત છેડતા નથી દેખાતા?
ગાંધીધમા : જ્યારે પણ ખેતીની સીઝન આવે છે ત્યારે વાગડ અને પૂર્વ કચ્છના સાચા ખેડૂતો યુરીયા ખાતરની એક-એક થેલી માટે તડપે છે. ડેપો અને મંડળીઓ પર કલાકો સુધી ધોમધખતા તાપમાં લાઈનોમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ‘ખાતર નથી’ ના અછતના પાટિયા ઝુલતા બતાવી દેવામાં આવે છે.પરંતુ બીજી તરફ, આ જ ખાતર કાળાબજારીયાઓ અને ઉદ્યોગપતિઓના ગોડાઉનમાંથી ટનબંધ પ્રમાણમાં મળી આવે છે! આવી કપરી સ્થિતિમાં પણ જિલ્લા કિસાન સંઘ જેવા સંગઠનો કેમ સાવ ચૂપ બેઠા છે? ખેડૂતોના હકની લડાઈ લડવાનો દાવો કરતું કિસાન સંઘ આ ગંભીર મુદ્દે ખેતીવાડી તંત્ર કે કાળાબજારીયાઓ સામે અવાજ કેમ નથી ઉઠાવતું? કિસાન સંઘનું આ રહસ્યમય મૌન અનેક શંકા-કુશંકાઓ જન્માવે છે. ખેડૂતોની માંગ છે કે હવે પીડિતોએ પોતે જ જાગૃત થઈને તંત્ર સામે અવાજ ઉઠાવવો પડશે.
.......................
કઈ મંડળી દ્વારા લોકોના આધારકાર્ડનો થયો ગેરઉપયોગ ?
ગાંધીધામ : બીજો ગંભીર સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ખાતર કઈ સહકારી મંડળીમાંથી બહાર આવ્યું? કોઈ પણ મંડળીમાંથી ખાતર મેળવવા માટે ખેડૂતોના અંગૂઠાના નિશાન (ર્ઁજી મશીન) અથવા આધારકાર્ડ જેવા સરકારી આધારો જરૂરી હોય છે. તો શું કૌભાંડીઓએ સ્થાનિક મંડળીઓના સંચાલકો સાથે મળીને અભણ કે નિર્દોષ ખેડૂતોના સરકારી આધારોનો ગેરઉપયોગ કરીને આ જથ્થો અંગૂઠા મારીને ઉપાડી લીધો છે? આ એક મોટા સંગઠિત કૌભાંડ તરફ ઈશારો કરે છે, જેના મૂળિયાં ખૂબ ઊંડા હોઈ શકે છે.

Comments