Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા ટીડીઓ સુનિલ ચૌધરીની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

18 July



નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકા પંચાયતના ટીડીઓ સુનિલ ચૌધરીની ગીર સોમનાથ ખાતે બદલી થતાં નલિયા તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા તેમનું  ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું. અબડાસા તાલુકામાં એક વર્ષની ફરજ દરમિયાન તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી ટૂંકા ગાળામાં બહુ જ પ્રચલિત થયા હતાં, તેથી તેમના વિદાય સમારંભ વખતે ઘણા તલાટીઓ અને સ્ટાફ ભાવ વિભોર બની ગયા હતાં. તેમના વિદાય સમારંભના પ્રત્યુતરમા સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં નોકરી કરતા હોઈએ ત્યારે બદલીઓ થતી હોય છે, પરંતુ અબડાસામાં મને એક વર્ષની અંદર બહુ જ પ્રેમ મળ્યો છે, તેથી હું તાલુકા પંચાયતના  મારા સાથી કમૅચારીઓ અને કચેરીનો  સ્ટાફ  તમામ તલાટીઓ તથા અબડાસા સરપંચો અને અબડાસા તાલુકાના પદાધિકારીઓનો ખૂબ આભાર માનું છું અને વિદાય વખતે તેઓ પણ ભાવ વિભોર બની ગયા હતાં.
--------------

Comments

COMMENT / REPLY FROM