Trending News
સ્થાનિક સમાચાર

સમાઘોઘા ગામે નૈતિક મુનિ મ.સા ના જન્મદિવસ નિમિત્તે ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું 

18 July


આચાર્ય ગુરૂ  ડો. પ્રકાશચંદ્ર મ. સા.ની પ્રેરણાથી માતબર રકમનો ફાળો એકત્ર કરાયો : બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

મુંદરા - કચ્છઉદય : સમાઘોઘા ગામે નૈતિકમુનિ મ.સા ના જન્મદિવસ નિમિતે ગૌશાળાનું ભૂમિપૂજન દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઘાસ ગોડાઉન, સેડ, પાણીના અવાડા, ચબુતરાવગેરે માટે આચાર્ય ગુરૂ ડો. પ્રકાશચંદ્ર મ. સા.ની પ્રેરણા થી માતબર રકમનો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક હરેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ જાડેજા, તા.પં સભ્ય મનહરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન કિરીટસિંહ જાડેજા, સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા, ટ્રસ્ટી હકુભા જાડેજા, દશરથસિંહ જાડેજા, એમ.કે.જાડેજા, પૂર્વ સરપંચ રાજુભા જાડેજા, જૈન સંઘપતિ શાંતિલાલ ગંગર, જાણીતા દાતા ઇન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, અરવિંદસિંહ ભોરારા સરપંચ, વિપુલસિંહ, ભાઇલાલ રાજગોર, ગઢવી સમાજના થારુભાઈ, મહેશ્વરી સમાજના ગોપાલભાઈ ચૂંઇયા, નરેન્દ્રસિંહ પી. જાડેજા, આઈ.પી.જાડેજા, વિજયસિંહ કે. જાડેજા, હરદેવસિંહ જેઠવા, દાનુભા સોઢા, સજુભા જાડેજા, સુરેશસિંહ વગેરે સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદસિંહ જાડેજા , ચંદ્રસિંહ પી.જાડેજા, જયરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ, કરણસિંહ, મયુરસિંહ, દેવાંધ ગઢવી, અમર રાંભીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સંગીત સાથે સંજય શાહે કર્યું હતું.
---------

Comments

COMMENT / REPLY FROM