Trending News
સ્થાનિક સમાચાર

ભુજ અને ગાંધીધામ જતી-આવતી અનેક ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ

18 July


સામખીયાળી ગાંધીધામ રેલ સેક્શનમાં મેગા બ્લોક


રેલવે ટ્રેક આધુનિકીકરણ અને સિગ્નલિંગના કામને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ૧૯ જુલાઈથી ૫ ઓગસ્ટ દરમિયાન ટ્રેન વ્યવહારમાં ફેરફાર કરાયો


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા સામાખ્યાલી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ટ્રેક ચોહરીકરણ (ક્વાડ્રૂપ્લિંગ) અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટની કામગીરી માટે નોન-ઇન્ટરલોકિંગ બ્લોક લેવામાં આવી રહ્યો છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ, પરિચાલન ક્ષમતા અને સુરક્ષા વધારવાના આ મહત્વપૂર્ણ પગલાને કારણે સામાખ્યાલી-ગાંધીધામ રેલખંડ પરનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે, જેના અંતર્ગત અનેક ટ્રેનોને સંપૂર્ણ તેમજ આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ કામગીરીના કારણે સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોની વિગતો જોઈએ તો, ગાડી સંખ્યા ૦૯૪૧૬ ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને ગાડી સંખ્યા ૦૯૪૧૫ બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ સ્પેશિયલ ૨૩ અને ૩૦ જુલાઈના રોજ રદ રહેશે. ગાડી સંખ્યા ૦૯૦૩૭ બાંદ્રા ટર્મિનસ ભુજ સ્પેશિયલ ૧૮, ૨૩, ૨૫ અને ૩૦ જુલાઈના રોજ તથા ગાડી સંખ્યા ૦૯૦૩? ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ૧૯, ૨૪, ૨૬ અને ૩૧ જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગાડી સંખ્યા ૧૨૯૬૫ બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસ ૨૮ જુલાઈ અને ૪ ઓગસ્ટના રોજ જ્યારે ગાડી સંખ્યા ૧૨૯૬૬ ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ૨૪ અને ૩૧ જુલાઈના રોજ રદ રહેશે. ગાડી સંખ્યા ૧૯૪૦૬ ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ અને ગાડી સંખ્યા ૧૯૪૦૫ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ૧૯ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ગાડી સંખ્યા ૨૨૯૫૧ બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ એક્સપ્રેસ ૨૪ અને ૩૧ જુલાઈના રોજ તેમજ ગાડી સંખ્યા ૨૨૯૫૨ ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ૨૩ અને ૩૦ જુલાઈના રોજ બંધ રહેશે. ગાડી સંખ્યા ૦૯૦૦૯ બાંદ્રા ટર્મિનસ ભુજ સ્પેશિયલ ૧૯ અને ૨૬ જુલાઈના રોજ તેમજ ગાડી સંખ્યા ૦૯૦૧૦ ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ૨૦ અને ૨૭ જુલાઈ ના રોજ રદ રહેશે. ગાડી સંખ્યા ૧૨૯૫૯ બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસ ૨૫ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ જ્યારે ગાડી સંખ્યા ૧૨૯૬૦ ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ૨૭ જુલાઈ અને ૩ ઓગસ્ટના રોજ રદ કરાઈ છે. આ સાથે જ ગાડી સંખ્યા ૦૯૦૧૧ બાંદ્રા ટર્મિનસ ભુજ સ્પેશિયલ ૨૧ અને ૨૮ જુલાઈના રોજ અને ગાડી સંખ્યા ૦૯૦૧૨ ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ૨૨ અને ૨૯ જુલાઈના રોજ રદ રહેશે.બીજી તરફ, અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરીને આંશિક રીતે રદ રાખવામાં આવી છે. જેમાં ગાડી સંખ્યા ૯૪૮૦૧ અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ ૨૩ જુલાઈ થી ૩ ઓગસ્ટ સુધી ધ્રાંગધ્રા સ્ટેશને જ અટકી જશે અને ધ્રાંગધ્રા ભુજ વચ્ચે આંશિક રદ રહેશે, જ્યારે ગાડી સંખ્યા ૯૪૮૦૨ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ૨૪ જુલાઈ થી ૪ ઓગસ્ટ સુધી ભુજ અને ધ્રાંગધ્રા વચ્ચે આંશિક રદ રહેશે. ગાડી સંખ્યા ૧૪૩૨૧ બરેલી ભુજ એક્સપ્રેસ ૨૭, ૨૯ અને ૩૧ જુલાઈ તેમજ ૨ અને ૩ ઓગસ્ટના રોજ ભીલડી સ્ટેશન સુધી જ દોડશે, જ્યારે ગાડી સંખ્યા ૧૪૩૨૨ ભુજ બરેલી એક્સપ્રેસ ૩૦ જુલાઈ તેમજ ૧, ૨ અને ૩ ઓગસ્ટના રોજ ભીલડી સ્ટેશનથી ઉપડશે અને ભુજ ભીલડી વચ્ચે આંશિક રદ રહેશે. ગાડી સંખ્યા ૧૪૩૧૧ બરેલી ભુજ એક્સપ્રેસ ૨૮, ૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ ચાંદલોડિયા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ થશે, જ્યારે ગાડી સંખ્યા ૧૪૩૧૨ ભુજ બરેલી એક્સપ્રેસ ૨૮, ૨૯, ૩૧ જુલાઈ અને ૪ ઓગસ્ટના રોજ ચાંદલોડિયા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
દક્ષિણ અને મધ્ય ભારત તરફ જતી ટ્રેનોની વાત કરીએ તો, ગાડી સંખ્યા ૨૦૬૮૬ કેએસઆર બેંગલુરુ ગાંધીધામ એક્સપ્રેસ ૧ ઓગસ્ટના રોજ અમદાવાદ સ્ટેશન પર જ રોકાઈ જશે અને અમદાવાદ ગાંધીધામ વચ્ચે રદ રહેશે, જ્યારે ગાડી સંખ્યા ૨૦૬૮૫ ગાંધીધામ કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ૪ ઓગસ્ટના રોજ અમદાવાદથી જ ઉપડશે. ગાડી સંખ્યા ૧૬૩૩૬ નાગરકોઈલ ગાંધીધામ એક્સપ્રેસ ૨૮ જુલાઈના રોજ અમદાવાદ સ્ટેશને ટર્મિનેટ થશે અને ગાડી સંખ્યા ૧૬૩૩૫ ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસ ૩૧ જુલાઈના રોજ અમદાવાદથી જ રવાના થશે. ગાડી સંખ્યા ૨૨૯૦૩ બાંદ્રા ટર્મિનસ ભુજ એસી એક્સપ્રેસ ૩૧ જુલાઈ અને ૨ ઓગસ્ટના રોજ અમદાવાદ સુધી જ દોડશે, જ્યારે ગાડી સંખ્યા ૨૨૯૦૪ ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ૧ અને ૩ ઓગસ્ટના રોજ અમદાવાદથી ઉપડશે. ગાડી સંખ્યા ૧૧૦૯૨ પુણે ભુજ એક્સપ્રેસ ૩ ઓગસ્ટના રોજ અમદાવાદ સ્ટેશને શોર્ટ ટર્મિનેટ થશે અને ગાડી સંખ્યા ૧૧૦૯૧ ભુજ પુણે એક્સપ્રેસ ૫ ઓગસ્ટના રોજ અમદાવાદથી દોડશે. ગાડી સંખ્યા ૨૦૯૩૬ ઈન્દોર ગાંધીધામ એક્સપ્રેસ ૨ ઓગસ્ટના રોજ અમદાવાદ સુધી જ આવશે અને ગાડી સંખ્યા ૨૦૯૩૫ ગાંધીધામ ઈન્દોર એક્સપ્રેસ ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. મુસાફરો પોતાની યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનનો સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત અવશ્ય લે તેવી અપીલ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
 --------- 

Comments

COMMENT / REPLY FROM