વીરમગામ આશ્રમનાં ૧૨ મનોરોગીઓ ભુજથી પોતાના ઘર-પરિવાર સુધી પહોંચશે
ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને પોતાના રાજ્ય, શહેર, ગામ, પરિવાર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતની ૧૨ સંસ્થાઓનાં ૫૦૦ થી વધુ માનસિક દિવ્યાંગોને ભુજ લઇ આવી ભુજથી તેમને જુદા-જુદા રાજ્યોમાં તેમનાં ઘર, પરિવાર સુધી પહોંચતા કરાયા છે. વિરમગામની અપનાઘર સંસ્થાનાં ૧૨ માનસિક દિવ્યાંગ ભાઇઓને ભુજ લઇ આવી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપવામાં આવ્યો છે. અહીંથી દરેકનાં ઘર શોધી ઘર સુધી પહોંચડવામાં આવશે. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા વિવિધ રાજ્યોની પોલીસની મદદ લઇ તેઓનાં ઘર, પરિવાર શોધી કાઢશે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહયોગ આપી રહ્યા છે.
-------

Comments