ભુજની ઓનિક્સ બિલ્ડિંગમાં આગ લાગતા નાસભાગ
ભુજમાં ટાટા મોટર્સ કાર્ગોની બાજુમાં આવેલી ઓનિક્સ બિલ્ડિંગના ઇલેક્ટ્રિક મીટરમાં શનિવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ ભુજ ફાયર કન્ટ્રોલરૂમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મીટરમાં લાગેલી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર સમિતિના ચેરમેન પ્રકાશભાઈ મહેશ્વરી પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લેવાની આ સફળ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ કમાન્ડિંગ ઓફિસર જીગ્નેશ જેઠવા, ફાયરમેન મોહન રબારી તથા ટ્રેનિંગ સ્ટાફના સભ્યો જોડાયા હતા અને મોટી હોનારત ટાળી હતી.
------

Comments