મેકણ ધામ ધ્રંગ ખાતેે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : કચ્છી નવા વર્ષ અષાઢી બીજના મેકણદાદા અખાડા ખાતે મેવાડા સુથાર સમાજ તથા કંથડદાદા સેવા સમિતિ દ્વારા સવારે ધ્વજારોહણ, સાંજે ચાદરપોશી, સંતોના સામૈયા, રાસ-ગરબા, મહાઆરતી, રાત્રે કોરોપાટ, સમસ્ત ગ્રામ જમણ મહાપ્રસાદ તથા સંતવાણીનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે અખાડાના મંહત ૧૦૦૮ મહામંડલેશ્વર મુળજી રાજા કાપડી, મહંત દિલીપદાદા કાપડી (મોરજર), લાલ ગીરીબાપુ (રુદ્રાણી જાગીર), લક્ષ્મણગીરી બાપુ (હબાય ધામ), દયારામ દાદા (લોડાઇ), નારાણ દાદા (લોડાઇ), ખીમજી દાદા (કુનરિયા), ઉમેશગિરી બાપુ ( ઢોરી) તથા અન્ય સંતોએ હાજર રહી આ સુકનવંતા દિવસે સમગ્ર કચ્છ તેમજ સમાજને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેકણ દાદા આપે એવા આશીર્વચન આપ્યા હતા. રાત્રે સ્થાનિક અને સમાજના ભજનીક કલાકારો તથા લોકસાહિત્યકાર દિનેશ બારોટ (લોડાઇ)એ સંતવાણીની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે સમાજના મોવડીઓ લાલજીભાઇ ચૌહાણ (માધાપર), ખીમજીભાઇ પરમાર (માધાપર), દયારામભાઇ પરમાર (અંજાર), પ્રવીણભાઈ ચૌહાણ, હીરાભાઇ, જખુભાઇ ચૌહાણ (માધાપર), જયેશભાઇ પરમાર (નેર), અરજણભાઇ ચાવડા( કુનરીઆ), પ્રેમજીભાઇ ચૌહાણ (મિરજાપર), ધનજીભાઇ પરમાર (માધાપર), હિરાભાઇ નાગનેસીઆ (સુમરાસર), પ્રેમજીભાઇ બાલા (અંજાર), પ્રેમજીભાઇ ચાવડા( મમુઆરા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જીનામ ગુ્રપ (રતનાલ), અખાડાના અનુયાયીઓ, ધ્રંગના ગ્રામજનો તથા અરવિંદભાઈ પરમાર (રતનાલ), મોહનભાઇ ચાવડા (નિરોણા), જયંતીભાઇ ચૌહાણ (મિરજાપર), રમેશભાઇ ચૌહાણ (સુખપર), નરસિંહ નાગનેસીઆ (સુમરાસર), મુકેશભાઇ બાલા (અંજાર), દિનેશ ચૌહાણ (સુખપર), શાંતિલાલ ચાવડા (કોટાય), હીરાભાઈ નાગનેસીઆ (લોડાઇ), લાલજીભાઇ પરમાર (નાડાપા), ભરતભાઇ ચાવડા (અંજાર), કારૂભાઇ પરમાર (ધ્રંગ), હરસુખભાઇ ચાવડા (માધાપર), ત્રીકુલભાઇ પરમાર (સુમરાસર), સુરેસભાઇ બાલા (મિરજાપર) વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ માવજીભાઇ ચાવડા (આદિપુર)એ કરી હતી.
----

Comments