Trending News
ક્રાઈમ

ભચાઉ પોલીસનો પ્રોહિબિશન કેસમાં મોટો ઘા : ૧૦ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

18 July

બોલેરો પિકઅપ સાથે એક આરોપીની ધરપકડ, મુંબઈના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ

ભચાઉ : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓને નાબૂદ કરવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે સામખિયારી તરફથી ભચાઉ આવી રહેલી બોલેરો પિકઅપને રામદેવપીર હાઇવે પુલિયા નજીક અટકાવી તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાલાભાઈ ગેલાભાઈ રારરિયા (પટેલ), રહે. રામ મંદિર વાસ, વોંધ, તા. ભચાઉની ધરપકડ કરી છે. જ્યારે પ્રદીપ અમરલાલ ઉર્ફે આંબાલાલ જોષી, રહે. ભિવંડી રોડ, મુંબઈ (મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  દરોડા દરમિયાન ૫૧૬ બોટલ વિદેશી વ્હિસ્કી, ૨,૪૦૦ ક્વાર્ટર વોડકા, એક મોબાઇલ ફોન, બોલેરો પિકઅપ (MH-04-LY-9294) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૦,૦૦,૧૦૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર 
પાડવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM