Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં અગાઉ પણ ગુંજ્યા છે બનાસકાંઠાથી ડ્રગ્સના પડઘા

18 July



બનાસકાંઠાથી કચ્છ સુધી નશાનું ’ટા્રેમાડોલ’ નેટવર્કઃ પૂર્વ કચ્છ-ભચાઉ-થરાદ કનેક્શન અને સરહદી વિસ્તારમાં ફેલાયેલું ડ્રગ્સનું ઝાળું

થરાદમાં ૬.૭૦ કરોડના ડ્રગ્સ જપ્તી બાદ તપાસનો ગાળિયો તેજ : શું ગાંધીધામના વેપારીઓ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ છે? વરસો પૂર્વે લાકડાના વેપારી પણ દવાની આડમા ચાલતા કાળા કારોબારમાં સંપડાઈ ચુકયો હતો, એટીએસ જેવી એજન્સી ઉઠાવી ગઈ હતી તો વળી તાજેતરમાં જ ગાંધીધામમાં મંત્રી ચા-વાળાના ગોડાઉનમાંથી ટ્રોમાડોલનો ઝડપાયેલ જથ્થાએ ઉભા કર્યા ગંભીર સવાલો



ગાંધીધામ :બનાસકાંઠાના થરાદમાં એસઓજી દ્વારા ૬.૭૦ કરોડની કિંમતની ૭૪૦૦થી વધુ ટ્રેમાડોલની ટીકડીઓ સાથે બે આરોપીઓને ઝડપી પાડવાની ઘટનાએ સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં હલચલ મચાવી દીધી છે. પરંતુ, આ મામલો માત્ર એક શહેર પૂરતો સીમિત નથી, કારણ કે આ નશાના ડ્રગ્સના મૂળિયાં વર્ષોથી બનાસકાંઠાથી કચ્છ સુધી ફેલાયેલા હોવાની આશંકા પ્રબળ બની છે.થરાદમાં પકડાયેલા આ જથ્થાએ ભૂતકાળમાં ગાંધીધામમાં બનેલી ઘટનાઓની યાદ તાજી કરાવી દીધી છે. થોડા સમય અગાઉ ગાંધીધામમાં એક જાણીતા ચા-વાળાના ગોડાઉનમાંથી પણ ટ્રેમાડોલનો મોટો જથ્થો પકડાયો હતો. આ ઘટના બાદ તપાસનો દોર બનાસકાંઠા સુધી લંબાયો હતો. આ ઉપરાંત, પૂર્વ કચ્છમાં લાકડાના વ્યવસાયની આડમાં આવી જ કોઈ નશીલી દવાઓની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા, જેમાં લાકડાના એક વેપારીેને તપાસ એજન્સીઓ દ્વારા ઉઠાવી જવાની ઘટનાઓ બની હતી. આમ, બનાસકાંઠાથી શરૂ થતી આ નશાની લાઇન સીધી કચ્છ સુધી પહોંચતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.શું ડ્રગ્સ માફિયાઓ માટે ’સુરક્ષિત કોરિડોર’ બની ગયું છે કચ્છ?“કચ્છના સરહદી વિસ્તારોમાં અવારનવાર પકડાતા આ દવાના જથ્થા દર્શાવે છે કે અહીં નશીલી દવાઓનો કાળો કારોબાર વર્ષોથી બેફામ ધમધમી રહ્યો છે. તપાસ એજન્સીઓનું માનવું છે કબનાસકાંઠા અને કચ્છને જોડતા હાઈવે પર ડ્રગ્સની હેરાફેરી માટે એક સક્રિય નેટવર્ક કામ કરી રહ્યું છે. તાજા ભૂતકાળમાં ગાંધીધામના મંત્રી ચાયવાળા ઉપરાંતના  પકડાયેલા જથ્થા બાદ તપાસમાં જે ઢીલાશ જોવા મળી, તેનો જ આ પરિણામ છે કે આજે ફરી થરાદમાં આટલો મોટો જથ્થો પકડાયો છે. શું હવે એજન્સીઓ મૂળ સુધી પહોંચશે?થરાદના માધવ કોમ્પલેક્ષમાં દરોડા બાદ હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ દવાઓનો મુખ્ય સપ્લાયર કોણ છે અને તેનો કચ્છ સાથે સીધો સંપર્ક કોણ કરાવે છે? સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે, માત્ર બે આરોપીઓને પકડીને સંતોષ ન માનતા, આ આંતરરાજ્ય સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારોને જેલભેગા કરવામાં આવે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે જો કડક હાથે તપાસ ન કરવામાં આવે તો આવતીકાલે આ જ ડ્રગ્સ કચ્છના યુવાનોની નસમાં ઝેર બનીને પ્રસરી જશે. હવે જોવાનું એ રહે છે કે 
પોલીસ તંત્ર બનાસકાંઠા-કચ્છના આ કનેક્શનને તોડવામાં કેટલી સફળતા મેળવે છે.?

Comments

COMMENT / REPLY FROM