Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં DRI નું ૭ દિવસીય મેગા ઓપરેશન : કરોડોની ડ્યૂટીચોરી ની સોપારી મામલે તપાસ તેજ

18 July

આધોઈ સોપારી કાંડમાં નવો ઘટસ્ફોટ? 



પ્રીમિયર ગ્લોબલ બાદ અન્ય એક યુનિટ પણ તપાસના રડારમાં, દસ્તાવેજોની ચકાસણી કરાઈ : રૂ. ૮થી ૧૦ કરોડના સોપારી કૌભાંડની આશંકા, વધુ કન્ટેનરોની તપાસ શરૂ : રાજેશ અને તેની ટોળકીની સંભવિત ભૂમિકા અંગે તપાસ એજન્સીઓ સક્રિયઃ ડ્યૂટીચોરીના કેસમાં નવા ખુલાસાની શક્યતા, જવાબદારોને નોટિસની તૈયારી

કાસેઝમાં DRIનું મેગા ઓપરેશન, સોપારી કાંડમાં નવા કડાકા-ભડાકાના સંકેતઃ ચાર કન્ટેનરથી શરૂ થયેલી તપાસ હવે અન્ય શંકાસ્પદ શિપમેન્ટ સુધી પહોંચશે?


આઈજીશ્રીની સાયબર ક્રાઈમ ટીમએ તો આ કેસમાં આરંભે સુરાનો જ તાલ કર્યો, પણ ડીઆરઆઈએ અચાનક દેર સે આયે દુરસ્ત આયેના તાલે ઝંપલાવી દેતા હવે મચ્યો છે ખળભળાટ


કાસેઝના યુનિટધારકને ડીઆરઆઈએ નોટીસ ફટકારી તેડું મોકલ્યું : ચારથી પાંચ દીવસ સુધી યુનિટમાં ડીઆરઆઈએ પડાવ નાખવી ક્રોસ વેરીફીકેશન કર્યુ અને પાછલા બેદીવસથી દસ્તાવેજો એકત્રીત કરણ કરવાનો ચાલ્યો મેરેથોન વ્યાયામ : ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના અધિકારીએ જ આ કેસમાં બોલાવી છે તવાઈ :  સબંધિત યુનિટના સંચાલકની ધરપકડ  થાય તો નવી નવાઈ નહી


આ તો શાબાશ છે, જે-તે યુનિટમાં કસ્મટના તપાસનીશ અધિકારીએ અગમચેતી દાખવી અને સિકયુરીટી તૈનાત કરી દીધી, નહી તો ઝડપાયેલા અને યુનિટમાથી મળેલા ચાર કન્ટેઈનરો પણ પલટીપ્રથાથી બહાર નીકળી ગયા હોત..!



ગાંધીધામ : કચ્છના ચર્ચાસ્પદ આધોઈ સોપારી કાંડમાં વધુ એક મહત્વનો ઘટસ્ફોટ સામે આવ્યાની ચર્ચા છે. ગાંધીધામ ડીઆરઆઈ (DRI) દ્વારા કાસેઝ સ્થિત એકમોમાં તા. ૧૧ જુલાઈથી ૧૭ જુલાઈ સુધી સતત સાત દિવસ સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા હોવાની સાથે ડ્યૂટીચોરી સાથે સંકળાયેલા સોપારીના જથ્થા અંગે પણ મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ આધોઈમાંથી આઈજીની સાઇબર ટીમે અંદાજિત દોઢ કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો કાસેઝ સ્થિત એક યુનિટમાંથી રવાના થયો હોવાનું સામે આવ્યા બાદ ડીઆરઆઈએ તપાસનો વ્યાપ વધારી કાસેઝ સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ કસ્ટમ વિભાગે સંબંધિત પ્રીમિયર ગ્લોબલ યુનિટનું ર્ન્ંછ  પ્રમાણપત્ર રદ કરવાની સાથે તેની ઓથોરાઇઝેશન પણ સ્થગિત કરી દીધી હોવાનું કહેવાય છે.ચર્ચા મુજબ, માત્ર એક જ નહીં પરંતુ અન્ય એક યુનિટની ભૂમિકા પણ ડ્યૂટીચોરીના સમગ્ર કૌભાંડમાં શંકાના ઘેરામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસના દાયરાથી બહાર રહેલા આ યુનિટ પર હવે ડીઆરઆઈએ સીધી કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ તપાસ દરમિયાન ચાર કન્ટેનર સોપારીના મળી આવ્યા હોવાનું અને તેમાં ડ્યૂટીચોરી સંબંધિત ગેરરીતિઓના પુરાવા મળ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોના અંદાજ મુજબ માત્ર આ ચાર કન્ટેનરમાં રહેલી સોપારીની કિંમત જ આશરે રૂ. ૩થી ૪ કરોડ જેટલી હોઈ શકે છે.આ ઉપરાંત તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ પ્રકારના અન્ય કેટલા કન્ટેનરો અગાઉ દેશના વિવિધ વિસ્તારોમાં રવાના કરવામાં આવ્યા હતા. જો તે દિશામાં પણ પુરાવા મળે તો અંદાજે ૮થી ૧૦ કન્ટેનરો તથા રૂ. ૮થી ૧૦ કરોડથી વધુ મૂલ્યના સોપારીના જથ્થા સામે કાર્યવાહી થવાની શક્યતા છે. તે સંજોગોમાં સંબંધિત પક્ષો સામે ભારે દંડાત્મક કાર્યવાહી તેમજ પેનલ્ટી ફટકારવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.સૂત્રોનું કહેવું છે કે અગાઉની કાર્યવાહી બાદ તપાસ આગળ વધતી ન હોવાનું લાગતું હતું, પરંતુ ગાંધીધામ ડીઆરઆઈએ કાશેજમાં સતત છથી સાત દિવસ સુધી પડાવ નાખીને હાથ ધરેલી સઘન તપાસ બાદ સમગ્ર કેસમાં ફરી નવા ખુલાસા થવાની સંભાવના ઊભી થઈ છે.ચર્ચા મુજબ સમગ્ર કૌભાંડમાં રાજેશ તથા તેની ટોળકી સહિત કેટલાક તત્વોની ભૂમિકા મહત્વની હોવાનું તપાસ એજન્સીઓના રડાર પર છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ તપાસના આધારે સંબંધિત યુનિટોના સંચાલકોને નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. તપાસમાં વધુ પુરાવા સામે આવે તો જવાબદારોની પૂછપરછ, કાયદેસરની કાર્યવાહી તેમજ સંભવિત ધરપકડની દિશામાં પણ એજન્સીઓ આગળ વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.



..............................


સવાલોનો મારો...


* આધોઈમાંથી ઝડપાયેલી દોઢ કરોડની સોપારીનો જથ્થો ખરેખર કાશેજના કયા યુનિટમાંથી રવાના થયો હતો? * ડ્ઢઇૈંએ સાત દિવસ સુધી ચાલેલી તપાસમાં કયા મહત્વના દસ્તાવેજો અને પુરાવા કબજે કર્યા? * ચાર કન્ટેનરમાંથી મળેલી સોપારીમાં કેટલી ડ્યૂટીચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું? * ચાર કન્ટેનર ઉપરાંત આવા કેટલા કન્ટેનરો અગાઉ દેશના અન્ય વિસ્તારોમાં મોકલાયા હતા? * પ્રીમિયર ગ્લોબલ બાદ તપાસના રડારમાં આવેલા બીજા યુનિટ સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ થઈ નહોતી? * રાજેશ, આનંદ, મહાદેવ સહિત પડદા પાછળના કહેવાતા સૂત્રધારો સુધી તપાસ ક્યારે 
પહોંચશે? * માત્ર યુનિટ ધારકોને જ નોટિસ અપાશે કે વાસ્તવિક માસ્ટરમાઇન્ડ સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે?* કરોડોની ડ્યૂટીચોરીના આ કૌભાંડમાં અન્ય વેપારીઓ કે નેટવર્કની પણ સંડોવણી છે? * ડ્ઢઇૈંની તપાસ બાદ કસ્ટમ વિભાગ વધુ યુનિટોના લાયસન્સ અથવા ર્ન્ંછ રદ કરશે? * શું આ તપાસ કચ્છના અત્યાર સુધીના સૌથી મોટા સોપારી ડ્યૂટીચોરી કૌભાંડનો પર્દાફાશ કરશે?


...............

ભૂતકાળની કડક કાર્યવાહીઃ પીઓની વડોદરા બદલી


‘મારૂત મોડેલ’ની આડમાં ખેલાતો ભ્રષ્ટાચારનો ખેલ!


ગાંધીધામ : આ સમગ્ર ભ્રષ્ટાચારના ખેલમાં અગાઉ કાસેઝના ડેવલપમેન્ટ કમિશનર (દ્વારા કડક વલણ અપનાવીને આ કેસ સાથે સંકળાયેલા એક પીઓ (ર્ઁં - પ્રિવેન્ટિવ ઓફિસર)ને તાત્કાલિક અસરથી વડોદરા ખાતે ફેંકી દેવામાં આવ્યા હતા (બદલી કરી દેવાઈ હતી). આ આકરી કાર્યવાહીથી ભ્રષ્ટ આકાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જો બદલી કરાયેલા અધિકારીની પૂછપરછ થાય તો...“જાણકારોના મતે, વડોદરા બદલી કરાયેલા આ અધિકારી પાસે આ ટોળકીના અનેક કાળા ચિઠ્ઠા મોજૂદ છે. જો તપાસ એજન્સીઓ દ્વારા તેમના યોગ્ય રીતે ‘પૂછાણા’ લેવામાં આવે એટલે કે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે, તો આ ભ્રષ્ટ ટોળકીના અન્ય સભ્યો, પડદા પાછળ રહીને દોરી સંચાર કરતા મોટા માથાઓ અને આખેઆખી સિન્ડિકેટના નામો સપાટી પર આવી શકે તેમ છે.વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ‘મારૂત મોડેલ’ના નામે ચાલતી આ સિન્ડિકેટ લાંબા સમયથી સક્રિય છે. કસ્ટમ્સ અને એજન્સીઓની નજરથી બચીને આર્થિક ગેરરીતિઓ આચરવામાં પ્રદીપ એન્ડ કંપની માહિર મનાય છે. પરંતુ હવે જ્યારે તપાસનો ગાળિયો મજબૂત બની રહ્યો છે, ત્યારે જો ડ્ઢઇૈં આ કેસની કડીઓ જોડીને ઊંડા ઉતરે તો ગાંધીધામ કસ્ટમ્સ અને કાસેઝ ઇતિહાસની આ સૌથી મોટી તપાસ સાબિત થઈ શકે છે.


..................

મારૂત મોડેલ વાળી પ્રદીપ ટોળકી ભણી કસાયો સકંજો!

ગાંધીધામ ડીઆરઆઈ ભ્રષ્ટ પ્રદીપ સુધી તપાસ લંબાવે તો મોટા કૌભાંડો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા


અગાઉ કાસેઝ DRIએ એક પીઓને વડોદરા ફેંકી દીધા હતા, જો તેમના પૂછાણા લેવાશે તો અન્ય ભ્રષ્ટ મોહરાઓના નામો પણ ખુલશે



ગાંધીધામ  :ગાંધીધામ અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કાસેઝ)ના વર્તુળોમાં ભારે ચર્ચા જગાવનારા એક ચકચારી પ્રકરણમાં હવે ‘મારૂત મોડેલ’ વાળી પ્રદીપ ટોળકી ભણી કાનૂની સકંજો કસાતો હોવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા આ મામલે તટસ્થ તપાસ હાથ ધરીને ભ્રષ્ટાચારના આખા નેટવર્કના મૂળ સમાન પ્રદીપ સુધી તપાસ લંબાવવામાં આવે, તો કરોડો રૂપિયાના સ્કેન્ડલ અને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM