Trending News
સ્થાનિક સમાચાર

આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ વર્ધમાનનગર ખાતે ભવ્યાતિભવ્ય ચાર્તુમાસ પ્રવેશ

17 July


ભુજ - કચ્છઉદય : આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ભુજ સંચાલિત વર્ધમાનનગર આઠકોટી સ્થાનક મધ્યે પ. પૂ. વિમળાબાઇ મહાસતીજી આદિઠાણા-૪ નો ધાર્મિક નારાઓ સાથે ચાર્તુમાસ પ્રવેશ થયો હતો. વર્ધમાનનગરની પાવનધરા ઉપર પધારેલા પૂજ્યશ્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂ. કરૂણાબાઇ મહાસતીજી આદિઠાણા-૨ તથા પૂ. સા.શ્રી દ્રષ્ટિયશાશ્રીજી મ. સા. આદિઠાણાએ પણ ઉપસ્થિતિ આપી હતી.આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ભુજનાં પ્રમુખ વિનોદભાઇ મહેતા, રાજુભાઇ વોરા, અભય કે. શાહ, વર્ધમાનનગર અધ્યક્ષ રાહુલ મહેતા, વર્ધીલાલ પારેખ, હસમુખ વોરા, ઇશ્વરભાઇ દેસાઇ, ધીરજભાઇ પારેખ, વાડીલાલ વોરા, સાગર વોરા, ચેતન સંઘવી, નીમેશ શાહ, વીરેન સંઘવી, કીર્તીભાઇ વોરા, પ્રબોધ મુનવર, હરીશ લોડાયા, હીરાચંદ છેડા, મહેન્દ્ર લોડાયા, અતુલ શાહ, કીરીટ શાહ, રસીકલાલ શાહ, જયેન્દ્ર શાહ, દર્શક શાહ, ભાવેશ દેસાઇ તથા શ્રાવક-શ્રાવિકાઓ સામૈયામાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. સ્થાનકે પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતાં ચાર્તુમાસમાં થનારી આરાધનાઓની સમજપૂરી પાડી હતી અને ચાર્તુમાસનાં ૪ મહિનાં દરેકે દરેકને ધાર્મિક આરાધનાંઓમાં જોડાઇ જવા જણાવ્યું હતું.આ અવસરે વિનોદભાઇ મહેતા, રાહુલ મહેતા, હસમુખ વોરા, વાડીલાલ વોરા, સાગર વોરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં ચાર્તુમાસની આરાધનાઓમાં જોડાઇ જવા સૌને આહવાન કર્યું હતું. આ અવસરે બિદડાનાં સેવાભાવી ડોકટર ખુશાલભાઇ તથા કે.કે. હોસ્પીટલનાં ડોકટર રૂગ્વેદભાઇ ઠક્કરનું શ્રી સંઘ દ્વારા બહુમાન કરી તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી. ઉતરથાન સૂત્ર પૂજ્યશ્રીને વહોરાવવાનાં ચડાવાનો લાભ માતુશ્રી વેલુબેન કાન્તીલાલ વોરા તથા માતુશ્રી કુંવરબેન ખીમજી વોરા પરિવારોએ, માનતુંગ-માનવતી ચરિત્ર વહોરાવવાનો લાભ રાહુલભાઇ મહેતા, વર્ધીલાલ પારેખ, હસમુખભાઇ વોરા પરિવારોએ લીધો હતો. સ્થાનક વાપરવાની આજ્ઞા ૯ ઉપાવસની આરાધના કરી કાંતિલાલ સ્વરૂપચંદ ભાભેરાએ લીધી હતી તેમજ પાટ-પાટલા વાપરવાની આજ્ઞા ૮ ઉપવાસની આરાધના કરી વસંતભાઇ સ્વરૂપચંદ ભાભેરાએ લીધી હતી.
સંપૂર્ણ ચાર્તુમાસ અને નવકારશીનો લાભ વેલુબેન કાન્તિલાલ વોરા, દિવાળીબેન હેમચંદ વોરા, મણીબેન માવજી વોરા, કુંવરબેન ખીમજી વોરા, કમળાબેન નાનાલાલ ઉકરશી તથા પૂ. અદિતિબાઇ મહાસતીજીનાં સંસારપક્ષ પરિવારજનો એ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ચૈતન્ય મહેતાએ જયારે આભાર દર્શન વર્ધીલાલ પારેખે કર્યું હતું.
---------

Comments

COMMENT / REPLY FROM