Trending News
સ્થાનિક સમાચાર

બીએલબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અષાઢી બીજની ઉજવણી

17 July


ભુજ - કચ્છઉદય : વિદ્યાર્થીઓમાં કચ્છી સંસ્કૃતિ, પરંપરા તેમજ ભારતીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના વિકસે તે હેતુથી ભુજ લોહાણા બોર્ડિંગ સંચાલિત હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કચ્છી નવવર્ષ અષાઢી બીજની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.ના વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીને સમર્પિત આકર્ષક નૃત્ય રજૂ કર્યું હતું. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો વેશ ધારણ કરી મનોહર ઝાંખી રજૂ કરી હતી, જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ધોરણ ૯ના વિદ્યાર્થીઓએ અષાઢી બીજના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું તેમજ અષાઢી બીજને સમર્પિત વિશેષ ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે સાથે મળીને ઉત્સાહભેર ગરબા રમી કચ્છી નવવર્ષની ઉજવણીમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો. 
--------

Comments

COMMENT / REPLY FROM