Trending News
સ્થાનિક સમાચાર

"છત્રોં કી ગૂંજ" એ ફક્ત એક આંદોલન નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના સપના, સંઘર્ષો અને અધિકારોનો સામૂહિક અવાજ છે

17 July


ભુજ - કચ્છઉદય : પૂર્વ કચ્છ તથા પશ્વિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ તરફથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પધારેલ સિનિયર કોંગ્રેસના આગેવાનો દ્વારા મેચ રમવા આવેલ અને જોવા પધારેલ યુવાનોના હસ્તાક્ષર કરવામાં આવ્યું હતુુ. જેમાં હસ્તાક્ષર ઝુંબેશનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે વાર્તાલાપ કર્યો, જેમાં "છત્રોં કી ગૂંજ" ઝુંબેશને મજબૂત બનાવવાનું આહ્‌વ્‌ાન કર્યું હતું. 
આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મુસ્તાક સોઢા તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપ દેવધર તથા સિનિયર આગેવાનો પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અમૃતદાસ ગુપ્તા, એસસીસેલ ગુજરાત પ્રદેશ મહામંત્રી કોકિલાબેન ધેડા, કેકેસી કચ્છ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સોલંકી, ગાંધીધામ મહાનગર શહેર કાર્યકારી પ્રમુખ નિલેશ ભાનુશાલી, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતનભાઈ જોશી, ગાંધીધામ શહેર પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધી, ગાંધીધામ તાલુકાના પૂર્વ પ્રમુખ ઓસમાણગની હાજી માંજોઠી, શબ્બીરભાઈ કુરેશી, મૃત્યુંજયદાસ ગુપ્તા, લક્ષ્મીબેન દાસરી, કિશોરભાઈ ધેડા અને યુવક કોંગ્રેસના હોદેદારો, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી જોબભાઈ, જિલ્લા મહામંત્રી શાનવાઝ વોરા, ગાંધીધામ વિધાનસભા પ્રમુખ વિશાલ ધેડા, અંજાર તાલુકા પ્રમુખ ઈડરિસ જામ દિન સૈયદ, રમેશ આહિર, તબરેઝ શેખ, અશરફ માંજોઠી, ઉસ્માન ચાયણ, અફસર શેખ, પરેશ મકવાણા, ફારૂક શેખ, ઉમર સાયચા, રેહાન અન્સારી, નસીમ શેખે જહેમત ઉઠાવી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM