સામખીયારીમાં ૩૦ લાખની રોકડ અને એક્ટિવા સાથે યુવતી ગુમ
અન્ય યુવક સાથે ગયાની આશંકા
સામખીયારી : ભચાઉ તાલુકાના સામખીયારીના મોરીવાસ વિસ્તારમાંથી ૨૩ વર્ષીય એક યુવતી ઘરમાંથી ખેતર ખરીદવા માટે રાખેલા રૂ. ૩૦ લાખની રોકડ રકમ અને પોતાની હોન્ડા એક્ટિવા લઈને રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પોલીસ મથકે ગુમનોંધ દાખલ કરવામાં આવી છે.““આ અંગે સામખીયારી આહીરવાસમાં રહેતા અને ખેતીકામ કરતા પિતા દેવકરણભાઇ ગોકળભાઇ બાળા (ઉં.વ. ૫૫) એ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, તેમની પુત્રી (ઉં.વ. ૨૩, રહે. મોરીવાસ, સામખીયારી) ગત તારીખ ૧૫/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૯ઃ૩૦ વાગ્યાના અરસામાં ઘરમાં કોઈને પણ કશું કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. યુવતી ઘરમાં રાખેલા જમીન લેવાના રૂ. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ) રોકડા અને પોતાનું ગ્રે/સિલ્વર કલરનું હોન્ડા એક્ટિવા (નંબરઃ GJ H 39--3070) પણ સાથે લઈ ગઈ છે. પરિવારજનોને આશંકા અને વહેમ છે કે રાધિકા આંબલીયારા ગામના રહેવાસી નારણ નશા ઢીલા નામના વ્યક્તિ સાથે ગઈ છે. ગુમ થનાર યુવતીની વિગત આપતા પોલીસે જણાવ્યું કે તે ૮ ધોરણ સુધી ભણેલી છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે, રંગે ઘઉંવર્ણી અને મધ્યમ બાંધાની છે, ઊંચાઈ આશરે ૫.૪ ફૂટ છે અને તેના જમણા હાથ પર અંગ્રેજીમાં “MOM DAD ” ત્રોફાવેલું (ટેટૂ) છે. સામખીયારી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નં. ૧૧/૨૦૨૬ દાખલ કરી પીએસઓ સિદ્ધરાજસિંહ અને એ.એસ.આઈ રવિન્દ્રસિંહ ઉદયસિંહ ઝાલાએ યુવતીની શોધખોળ આદરી છે.

Comments