ભચાઉમાંથી યુરીયાના કાળા કારોબાર પર પોલીસનો સપાટો : કાળા બજારીયાઓનો લ્યો ઉઘડો : કઈક મોટા ખુલાસા થશે
ખાતરની કાળા બજારીમાં કોઈ ઝભ્ભાલેંગાવાળાનો દોરીસંચાર તો નથી ને?
ભચાઉ પોલીસે આધાર પુરાવા વગરના યુરીયા ખાતરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતી વખતે ઉઠયા અનેક સવાલો
વેરાઈ કૃપા હોટલ પાસેના ગોડાઉનમાંથી ૬૮ થેલી યુરીયા ખાતર અને મોબાઇલ સહિત ૫૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્તઃ પૂર્વ કચ્છ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવાના અભિયાન અંતર્ગત પાડી રેડઃ અંજાર અને ભચાઉના ત્રણ શખ્સો પોલીસ સકંજામાં
પોલીસ હવે કરે તપાસ કે, ખાતરનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો : શું કોઈ મંડળીમાંથી આ ખાતરનો જથ્થો કાળા બજારી માટે બહાર ઠલવાયો? જો મંડળીની સંડોવણી હોય તો તેની સામે પણ થવી જોઈએ કડક કાર્યવાહી
ખેડુતો યુરીયા ખાતર માટે તડકો-છાંયડો જોયા વિના કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે છતા અછત દર્શાવી અને તેમને સરકારી સબસીડી વાળુ ખાતર મળતુ નથી, અને આ કાળા બજારીયાઓને માંગો એટલુ યુરીયા ખાતર મળી જાય છે? આ ખાતર લાવે છે કયાથી? આખેઆખી સિન્ડીકેટનો પર્દાફાશ થાય તે જરૂરી
ખેતીવાડી અધિકારીને જાણ કરી છે, સંકલનમાં રહી અને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે : શ્રી ડી.ડી.ઝાલા(પીઆઈ ભચાઉ)
ભચાઉ પટ્ટામાં જ અવાર નવાર યુરીયા ખાતર કાળાબજારી યુકત કેમ પકડાય છે? પ્લાયવુડની ફેકટીરઓ આ જ પટ્ટામાં વધારે આવેલી છે, અને ખેડુતોના હિતનું ખાતર અહી જ ગેરકાયદેસર રીતે અમુક ફેકટીઓમાં સપ્લાય કરવાનુ થાય છે તે તો કારણ નથી ને? બનાસકાંઠા પટટ્ટા-મહેસાણા વિસ્તારમાથી આ ખાતર વધુ કચ્છ તરફ આવી રહ્યુ હોવાની છે ચર્ચા
ગાંધીધામ :પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવાના ખાસ અભિયાન હેઠળ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સત્તાવાર અહેવાલ મુજબ, બોર્ડર રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના કડક માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટાફ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી એક ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભચાઉ ખાતે આવેલી વેરાઈ કૃપા હોટલની બાજુના એક ગોડાઉન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના આ દરોડા દરમિયાન ગોડાઉનની સઘન તલાશી લેતા કોઈ પણ જાતના કાયદેસરના આધાર-પુરાવા કે બિલ વિના બિનવારસી હાલતમાં છુપાવીને રાખવામાં આવેલો યુરીયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી કાયદેસરના ડોક્યુમેન્ટ વગર રખાયેલી યુરીયા ખાતરની કુલ ૬૮ થેલીઓ જપ્ત કરી હતી અને સ્થળ પર હાજર ત્રણ શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જો આ સમગ્ર પ્રકરણમા પોલીસ ઘનિષ્ઠ તપાસ કરશે તો કઈક મોટા ખુલાસા થવા પામી શકે તેમ છે. ઝડપાયેલા ત્રણેય શખ્સોના કડક રીમાન્ડ મેળવાય અને તેઓ કયાથી આ જથ્થો લાવ્યા? કોને સપ્લાય કરવાના હતા? અગાઉ કેટકેટલી વખત આ રીતે સરકારી સબસીડીવાળો ખાતરનો જથ્થો તેઓ લઈ આવ્યા છે અને સપ્લાય કર્યો છે? તેમા અનય કોણ કોણ સંડોવાયેલા છે? તે સહિતનાઓના ચહેરાઓ બેનકાબ કરવામા આવે તે જરૂરી બની રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, જો રાજેન્દ્રની પોલીસ કડક પુછતાછ કરે તો અગાઉ પણ આવા ચોરાઉ યુરીયા ખાતરને લઈને નવા ખુલાસા થવા પામી શકે તેમ છે ઉપરાંત તે વખતે પણ ખાતર ચોપડે ન દેખાય તે માટે રાજેન્દ્ર જ ભુમિકા ભજવી અને બધુ જ સમુસુથરૂ પાર પડાવી દેવાતો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી રહી છે. હવે જોવાનુ રહ્યુ કે, પોલીસે કરેલી પ્રારંભીક લાલઆંખ આ આખાય પ્રકરણના નેટવર્કને તોડવાની દીશામાં લાલઆંખ કરે છે કે પછી તપાસનું ફીંડલુ વાળી દેવામા આવે છે..?આ સંદર્ભે ભચાઉના પીઆઈશ્રી જાલાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, જાણવા જોગ અને ૪૧ વન ડી હાલમાં દાખલ કરાઈ છે, ખેતીવાડી અધિકારીને જાણ કરાઈ છે તેઓ સેમ્પલ લઈ અભિપ્રાય આપે તે બાદ ધોરણસરની વધુ કડક કાર્યવાહી ચોકકસથી હાથ ધરવામા આવશે.
..................
પકડાયેલા
શખ્સોની પ્રોફાઈલ
ગાંધીધામ : પોલીસ સકંજામાં આવેલા ત્રણેય શખ્સોમાં ૧. રાજેન્દ્રસિંહ રઘુભા વાઘેલા (ઉ.વ. ૩૮), રહે. નવચેતન અંધજન મંડળ પાછળ, ભચાઉ“૨. હર્ષદ કમલેશભાઈ પંડયા (ઉ.વ. ૨૪), રહે. ખેતરપાળ નગર, અંજાર“૩. શિવમ ધનજીભાઈ બાલાસરા (ઉ.વ. ૩૦), રહે. ગુલાબ મિલ રોડ, માધવ વિલા, અંજાર
..................
સબસિડીવાળા યુરીયા ખાતરની કાળાબજારી
પાછળ કોનું નેટવર્ક? ઊભા થતા મોટા સવાલો
ગાંધીધામ : સરકારી સબસિડીના ખાતરનો ગેરકાયદે સંગ્રહ કેમ?ઃ સરકાર દ્વારા ખેડૂતો માટે સબસિડીના ભાવે અપાતા યુરીયા ખાતરનો જથ્થો કોઈ પણ કાયદેસરના લાયસન્સ કે બિલ વગર ખાનગી ગોડાઉનમાં કેમ છુપાવવામાં આવ્યો હતો?ઔદ્યોગિક વપરાશ માટે ડાયવર્ઝનનો ખેલ?ઃ ખેતીના નામે અપાતા યુરીયા ખાતરને ઊંચા ભાવે ફેક્ટરીઓ કે ઉદ્યોગોમાં કેમિકલ પ્રોસેસ માટે મોકલવાનું કોઈ મોટું રેકેટ તો અહીં સક્રિય નથી ને?ખાતરનો અસલી સપ્લાયર કોણ?ઃ પકડાયેલા ત્રણેય શખ્સો તો માત્ર કડી હોઈ શકે છે, પરંતુ સત્તાવાર વિતરણ કેન્દ્રો કે એજન્સીઓમાંથી આટલો જથ્થો બારોબાર આ કાળાબજારીયાઓ સુધી પહોંચાડનાર મુખ્ય સૂત્રધાર કોણ છે?અન્ય પીડિત ખેડૂતોના હક પર ત્રાપ?ઃ એક તરફ સિઝન સમયે જગતના તાતને ખાતર માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ત્યારે આવા બિનઅધિકૃત ગોડાઉનોમાં ખાતરનો જથ્થો જપ્ત થવો એ કાળાબજારીયાઓની મજબૂત પકડ દર્શાવે છે. આ નેટવર્કના મૂળ સુધી પોલીસ ક્યારે પહોંચશે?
.................
મોબાઈલ અને ખાતર સહિતનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ : ભચાઉ પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. ૫૩,૦૮૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં યુરીયા ખાતરની ૬૮ થેલીઃ કિંમત રૂ. ૧૮,૦૮૮““૩ નંગ મોબાઇલ ફોનઃ કિંમત રૂ. ૩૫,૦૦૦““આ સફળ
ઓપરેશનને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સજાગ પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ ગુપ્તતા અને સફળતાપૂર્વક પાર
પાડવામાં આવ્યું હતું.

Comments