Trending News
સ્થાનિક સમાચાર

વરસાદ ખેંચાતાં કચ્છના પશુધન પર સંકટના વાદળો ઘેરાયા :  વનવિભાગ હસ્તકનું ઘાસનું કલેક્ટરશ્રી વેળાસર કરે વિતરણ 

17 July



જુલાઈ અડધો વીતવા છતાં મેઘરાજા રિસાયાઃ બન્ની, અબડાસા, વાગડ અને નખત્રાણા પંથકમાં ઘાસચારાની તીવ્ર ખેંચથી માલધારીઓ ચિંતિત 


ભુજ : ચાલુ વર્ષે ચોમાસાની સીઝન અડધી વીતી જવા છતાં કચ્છ જિલ્લામાં નહિવત વરસાદને પગલે અછત જેવા કપરા મોભના મંડાણ થયા છે. સામાન્ય રીતે જુલાઈ માસના મધ્ય સુધીમાં કચ્છમાં સીઝનનો સરેરાશ ૩પ ટકા જેટલો વરસાદ વરસી જતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ બિલકુલ વિપરીત અને ‘કોરૂધાક્કડ’ જેવી જોવા મળી રહી છે. જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં પણ માત્ર નામ પૂરતો જ પડ્યો હોવાથી સીમાડાઓમાં ક્યાંય લીલું ઘાસ ઊગ્યું નથી. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે કચ્છના લાખો પશુઓ ધરાવતા માલધારી અને પશુપાલક વર્ગમાં ચિંતાના ઘેરા વાદળો છવાયા છે.બન્ની અને નખત્રાણા પંથકમાં સૌથી ગંભીર સ્થિતિકચ્છના પશુપાલનના હૃદય સમાન ગણાતા બન્ની વિસ્તાર તેમજ નખત્રાણા પંથકમાં પશુધનને બચાવવા માટે ઘાસચારાની અછત અત્યારથી જ વર્તાવા લાગી છે. આ 
ઉપરાંત અબડાસા અને વાગડ (રાપર-ભચાઉ) વિસ્તારમાં પણ અછતની સંભવિત પરિસ્થિતિ ઉભી થઈ છે. સીમાડાઓ સુકાભઠ્ઠ હોવાથી પશુઓને ચરવા માટે ક્યાંય જગ્યા બચી નથી, જેથી પશુધનના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે.


......................
આંકડાકીય સ્થિતિ અને સંભવિત અછતનો ચિતાર 

ગાંધીધામ : કચ્છ જિલ્લામાં પશુધન અને ઘાસચારાની જરૂરિયાતનો અંદાજિત ચિતાર નીચે મુજબના આંકડાઓ પરથી સમજી શકાય તેમ છેઃ  વિગત અંદાજિત આંકડાસ્થિતિ. ૧. કચ્છનું કુલ 
પશુધન : આશરે ૨૦ લાખથી વધુ (ગાય, ભેંસ, ઘેટા-બકરા) ર. દૈનિક ઘાસચારાની જરૂરિયાત : અંદાજે ૧૫ થી ૨૦ લાખ કિલો (સૂકો ચારો) 
૩. સામાન્ય જુલાઈ સુધીનો વરસાદ સીઝનનો સરેરાશ ૩૫% (જે આ વર્ષે નહિવત છે) ૪. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારનો પટ્ટો :  નખત્રાણા, અબડાસા, લખપત અને વાગડ વિસ્તાર પ. વનવિભાગ પાસે અનામત જથ્થો :વનવિભાગના ઘાસ ડેપો (ગોડાઉન) માં લાખો કિલો ઘાસનો અનામત જથ્થો ઉપલબ્ધ 


......................


કલેક્ટર તંત્ર અને વનવિભાગ વેળાસર ઘડે આવો એકશન પ્લાન


કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરશ્રી દ્વારા યુદ્ધના ધોરણે કેટલીક કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે વનવિભાગના ઘાસનું સત્વરે વિતરણઃ વનવિભાગના ગોડાઉનોમાં પડેલો ઘાસનો જથ્થો બન્ની, નખત્રાણા અને અબડાસા જેવા વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મોકલવામાં આવે. સબસિડી દરે ઘાસ ડેપો શરૂ કરવાઃ પશુપાલકોને રાહત દરે ઘાસ મળી રહે તે માટે તાલુકા મથકોએ અને મોટા ગામોમાં સરકારી ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવે.પાંજરાપોળો અને ગૌશાળાઓને સહાયઃ જિલ્લાની રજિસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાય અથવા મફત ઘાસચારો 
આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે. નિયંત્રણ કક્ષની સ્થાપનાઃ તાલુકાવાર ઘાસચારાની અછત પર નજર રાખવા અને માલધારીઓની રજૂઆતોના નિકાલ માટે 
સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે.જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે વિલંબ કરવામાં આવશે તો કચ્છના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાયને મોટો ફટકો પડી શકે છે. તેથી કલેક્ટરશ્રી આ બાબતે અંગત રસ લઈ વનવિભાગ સાથે સંકલન સાધી ત્વરિત નિર્ણય લે તે સમયની માંગ છે.

................


વનવિભાગનું ઘાસ બને ‘સંજીવની’ઃ તંત્ર તાકીદે પગલાં લે 

ગાંધીધામ : માલધારી સંગઠનો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને વેળાસર દરમિયાનગીરી કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. વનવિભાગ હસ્તક અનામત રાખવામાં આવેલો ઘાસનો જથ્થો જો અત્યારથી જ વિતરીત કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવે, તો મુશ્કેલીમાં મુકાયેલા પશુધનને આ કપરા સમયમાં મોટી સંજીવની (ઓક્સિજન) મળી શકે તેમ છે. જો તંત્ર વહેલી તકે વનવિભાગના ડેપોમાંથી ઘાસનું વિતરણ શરૂ નહીં કરે, તો પશુધનને બચાવવું મુશ્કેલ બનશે અને પશુપાલકોને હિજરત કરવાની ફરજ પડી શકે છે.

Comments

COMMENT / REPLY FROM