Trending News
સ્થાનિક સમાચાર

વરસાદે ફેરવ્યો મોં, જાડવામાં હજારો પશુઓ પર ભૂખમરાનું સંકટ

16 July




નખત્રાણા - કચ્છઉદય : કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે સરહદી તાલુકાના જાડવા ગામમાં પશુપાલકો માટે અત્યંત કરૂણ અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગામમાં અંદાજે ૨,૫૦૦થી ૩,૦૦૦ જેટલા પશુઓ ઘાસચારો અને પીવાના પાણીના અભાવે જીવન - મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ગૌચર, ચરિયાણ અને સીમ વિસ્તાર સંપૂર્ણપણે સુકાઈ જતાં પશુઓ માટે એક મુઠ્ઠી ઘાસ પણ દુર્લભ બની ગયો છે.વરસાદ ન પડતાં લીલા ઘાસચારાનું ઉત્પાદન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. બજારમાં ઘાસચારો અને પશુ આહારના ભાવ આસમાને પહોંચતાં નાના અને મધ્યમ પશુપાલકો માટે પશુઓનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. વર્ષો સુધી પરિવારના સભ્યની જેમ ઉછેરેલા પશુઓને ભૂખ્યા જોવાની વેદના પશુપાલકો માટે અસહ્ય બની રહી છે.ડુંગર મંગલ રબારી કહેવું છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક રાહત નહીં મળે તો અનેક નિર્દોષ પશુઓ ભૂખમરા, કુપોષણ અને તરસના કારણે મોતને ભેટી શકે છે. પશુઓને બચાવવા માટે હવે સરકાર અને સમાજ બંનેએ સંવેદનશીલ બની આગળ આવવાની જરૂર છે. જાડવા ગામના ડુંગર મંગલ રબારીએ રાજ્ય સરકાર તેમજ ગામની નજીક આવેલી અદાણી અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને કરુણ અપીલ કરી છે. રજૂઆતમાં તાત્કાલિક ઘાસચારા ડેપો અથવા પશુ છાવણી શરૂ કરવા, વિનામૂલ્યે અથવા રાહત દરે ઘાસચારો અને પશુ આહાર ઉપલબ્ધ કરાવવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ પશુચિકિત્સકોની વિશેષ ટીમ મોકલી પશુઓની સારવાર કરવાની માંગ કરવામાં આવી છે. પશુપાલકોનું કહેવું છે કે સમયસર મદદ નહીં મળે તો માત્ર પશુઓ જ નહીં, પરંતુ પશુપાલન પર નિર્ભર અનેક પરિવારોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ જશે. હવે સૌની નજર સરકાર અને સામાજિક જવાબદારી નિભાવતી કંપનીઓના નિર્ણય પર મંડાઈ છે.
------

Comments

COMMENT / REPLY FROM