માખેલ ખાતે સૂર્ય મંદિરના ૧૯મા પાટોત્સવ નિમિત્તે ધારાસભ્યની સાકરતુલા
ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના આડેસર ચિત્રોડ નેશનલ હાઇવે પર આવેલ પૌરાણિક માખેલ ગામે આવેલ સુર્ય મંદિરનો ૧૯મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની તંદુરસ્તી માટે સાકરતુલા કરવામાં આવી હતી.
સૂર્યનારાયણ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત માખેલ ગ્રામજનો દ્વારા મંદિરનો ૧૯મો પાટોત્સવ પ્રસંગે રાપર ધારાસભ્ય જાડેજા ઉપસ્થિત રહી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનો દ્વારા ધારાસભ્યની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે સાકર તુલ્લા કરી માનતા પૂર્ણ કરેલ હતી. રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર, ધારાસભ્યના કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકી, વિકાસભાઈ રાજગોર, જયદીપસિંહ જાડેજા, સુરેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ ભરત સોલંકી, સરપંચ મેહુલભાઈ મઢવી, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, દિનેશભાઈ ગઢવી, ભરતભાઈ મઢવી, કલ્યાણ મહારાજ, રાયમલ મહારાજ, કુંભાભાઇ રાજપુત, ડોલરભાઈ ગોર, કેસુભા વાઘેલા, રામજીભાઈ સોલંકી, અશોકભાઈ રાજગોર, શંકરભાઈ ખાંડેકા, ખેંગારભાઈ મઢવી, અંબારામભાઈ મઢવી, ગુણવંતભાઈ મઢવી, અંકુશભાઈ મઢવી, હરેશભાઈ મઢવી, ગૌતમભાઈ સહિત સરપંચો, ઉપસરપંચો, સદસ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments