સિનિયર સિટીઝન કાઉન્સીલ - કચ્છ દ્વારા અષાઢી બીજના સ્નેહમિલન યોજાયું
ભુજ - કચ્છઉદય : સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છ તરફથી કચ્છી નવા વર્ષ અષાઢી બીજના સ્નેહમિલનનો કાર્યક્રમ પ્રમુખ શશીકાંત જી. ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખે સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ ગાયત્રી મંત્રનું પઠન કરાયું હતું. તાજેતરમાં માર્ગ અકસ્માતમાં અવસાન પામેલ સ્વ. પ્રધ્યુમનસિંહ જે. જેઠવાને બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ રાજેન્દ્ર પુરોહિત, પ્રતાપસિંહ આસર, મહામંત્રી હરેશભાઈ વ્યાસ, ખજાનચી જે.બી. જાડેજા, સહમંત્રી જ્યોતિબેન કોઠારી, મંત્રી દિલીપ જોષી, ઓડિટર સબીકાબીબી પીર, ચંદ્રકાંત પી. જેઠી, એ.આર. જુમાણી, કોકીલાબેન બી. મહેતા, ઘનુભા મકવાણા, પ્રદીપ જોષીએ જહેમત ઉઠાવી હતી.
----------

Comments