લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા રાશનકીટ અપાઈ
ગાંધીધામ - કચ્છઉદય : સેવાને વરેલી લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા તાજેતરમાં પ્રમુખ રીટાબેન મહેતાના નેજા હેઠળ બે સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ક્લબ સભ્યોના અનુદાનથી ૩૬ રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં રસોઈ બનાવવાની સમગ્ર વસ્તુઓ આપવામાં આવી હતી. આરટીઓ સાઈડની બે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારને આ કીટ અપાાઈ હતી.
પ્રમુખ રીટાબેન મહેતા દ્વારા ઝુંપડપટ્ટીમાં બધા બાળકોને દાબેલીનો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ બંને પ્રોજેકટમાં મંત્રી હર્ષાબેન અને તેજલબેને વ્યવસ્થા સંભાળી હતી. ભાવનાબેન, જયશ્રીબેન, મીનાબેને સહયોગ આપ્યો હતો. નૂતન મહેતા દ્વારા કવિ કાલિદાસ જયંતિની ઉજવણી સંદર્ભે બાળકોને કાલિદાસના સંસ્કૃતમાં ગીતો સંભળાવીને ગવડાવવામાં આવ્યા હતા તેમજ કાલિદાસ વિશે પરિચય આપીને બધાને માહિતગાર કર્યા હતા.
----

Comments