આડેસર પોલીસનો પ્રોહિબિશન પર ડબલ પ્રહાર, બે દરોડામાં રૂ. ૪.૯૩ લાખનો દારૂ ઝડપાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છના આડેસર પોલીસે PI જે.બી. આચાર્યની આગેવાની માં મોમાઈમોરા ગામની કેનાલ નજીક અને પલાસવા ગામમાં અલગ-અલગ દરોડા પાડી પ્રોહિબિશનના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા. બંને કાર્યવાહીમાં કુલ ૨,૬૪૨ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ૨ મોબાઇલ અને એક સેન્ટ્રો કાર સહિત અંદાજે રૂ. ૪,૯૩,૫૧૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે વિપુલજી ચમનજી ઝાલા અને નરેન્દ્રભાઈ ઉર્ફે નરુ ગણેશભાઈ દશાણીની ધરપકડ કરી છે, જ્યારે ઋત્વિક સિંહ મકાવાણા, વિશાલભાઈ મણકા અને
પોપટભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments