Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જીલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો

16 July



ક્રેડિટ કાર્ડ ફ્રોડ, દુકાનમાં ચોરી, મારામારી અને અકસ્માતના ૮ બનાવો

રાપરમાં અગાઉની અદાવતમાં યુવકને પાઇપ-ધોકા ફટકાર્યા :  હાઈવે પર ગમખ્વાર અકસ્માતોઃ બે લોકોને ફ્રેક્ચર :  મહિલા ઉત્પીડન અને ઘરેલું હિંસાના બે ગુના નોંધાયા


ગાંધીધામ - કચ્છ ઉદય :  કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં ગુનાખોરી અને માર્ગ અકસ્માતના ૮ ગંભીર બનાવો નોંધાયા છે. જેમાં મોટી ચિરઈના વેપારી સાથે રૂ. ૪.૯૩ લાખની સાયબર છેતરપિંડી અને ભચાઉમાં દુકાનનું શટર ઊંચકીને થયેલી ચોરી મુખ્ય છે. વાતીકરે વિવિધ બનેલા આ બનાવોની તો રાપરના હેલીપેડ વિસ્તારમાં જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી નવીન મિયાત્રા, કાનજી મિયાત્રા અને મહેશ ચૌહાણ નામના શખ્સોએ ખેતાભાઈ બગડા નામના યુવક પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધોકા વડે હાથમાં ફ્રેક્ચર કરી તેમજ લોખંડની પાઇપ મારી માથામાં ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તો ભચાઉ હાઈવે  મોટી ચિરઈ પુલિયા પાસે અલ્તાફ મોગલની બોલેરો પીકઅપને પાછળથી એક અજાણ્યા ટ્રક (ઇત્ન-૩૨-ય્ડ્ઢ-૯૩૮૫) ના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બોલેરો ચાલકને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી.જયારે રાપર-સુવઈ રોડ પર ખેંગારપર નજીક એક સ્વિફ્ટ કાર (ય્ત્ન-૩૬-મ્-૪૫૩૪) ના ચાલકે બાઈકને અડફેટે લેતા મયુર ઢીલા (આહીર) નામના યુવકને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેની માતાને પણ ઈજાઓ પહોંચી હતી. રાધનપુરના અરજણસર ગામે સાસરી ધરાવતી અને હાલ આદિપુરમાં રહેતી પરિણીતાને તેના પતિ મહેશ રાણા, સાસુ, જેઠ અને મામાજી સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી, મારકુટ કરી સંતાનો સાથે પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી. જયારે અંજાર (સિનુગ્રા)ગામે રહેતી ૨૫ વર્ષીય મહિલાને તેના પતિએ  મારકુટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ઓસ્લો સર્કલથી ગણેશનગર રોડ પર મધુબન કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ પર પોતાની મહિન્દ્રા સુપરો ગાડી (ય્ત્ન-૩૯-્‌-૨૫૫૮) આડીધડ પાર્ક કરી ટ્રાફિકને અડચણ ઊભી કરનાર ડ્રાઈવર પ્રવેઝ હિંગોરજા (રહે. વરસાણા) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM