૧૭મી જુલાઈએ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા આયોજન મંડળની એક મહત્વની બેઠક આગામી તારીખ ૧૭ જુલાઈના બપોરે ૧ કલાકે ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭ના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈ હેઠળ જિલ્લાના ૯ તાલુકા અને ૭ નગરપાલિકાઓ માટેના કુલ રૂપિયા ૨૩ કરોડના આયોજનની વિગતો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, બેઠક દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ સહિત વર્ષ ૨૦૨૩-૨૪થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના સંસદસભ્યશ્રીની ગ્રાન્ટના વિવિધ વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.
---------

Comments