Trending News
સ્થાનિક સમાચાર

બીએસએફ ગાંધીધામને માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વોટર કુલર અને એર કુલરની ભેટ અર્પણ કરાઈ

15 July


ગાંધીધામ - કચ્છઉદય : માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ, માધાપર દ્વારા ગરમીમાં જવાનોને રાહત મળી રહે તે હેતુથી બીએસએફ ગાંધીધામને વોટર કુલર અને એર કુલરની ભેટ આપવામાં આવી હતી.
ભેટ અર્પણ કાર્યક્રમમાં કંપનીના માલિક હંસાબેન માધાપરિયા, હરજીભાઇ માધાપરિયા તથા ડાયરેક્ટર આશિષ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આપવામાં આવેલી ભેટ બીએસએફ ગાંધીધામના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે સ્વીકારી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના અધિકારીએ માધાપરિયા પ્રા. લિ. ના આ સહકાર અને દેશસેવામાં જોડાયેલા જવાનો પ્રત્યેની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. કંપનીએ જણાવ્યું હતુ કે, તેઓ ભવિષ્યમાં પણ સામાજિક અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં આ રીતે સહભાગી બનતા રહેશે. આ પહેલથી યુનિટમાં કાર્યરત જવાનોને ઉનાળામાં ઠંડા પાણી અને ઠંડી હવાની સુવિધા મળી રહેશે. 
-------

Comments

COMMENT / REPLY FROM