Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ‘યુવા આપદામિત્ર સ્કીમ’ હેઠળ ૧૦૨ યુવાનોને આપત્તિ વ્યવસ્થાપનની અપાતી સઘન તાલીમ

15 July



ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને સ્પીપાના સંકલનથી માધાપર ખાતે બેઝિકથી એડવાન્સ કક્ષાનું અપાતું પ્રશિક્ષણ

ભુજ - કચ્છઉદય : કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય વિશેષ “યુવા આપદામિત્ર સ્કીમ” તાલીમ શિબિરનું આયોજન માધાપર યક્ષ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જે હેઠળ યુવાનોને ૨૦ જુલાઇ સુધી બેઝિકથી એડવાન્સ કક્ષાનું પ્રશિક્ષણ અપાશે.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી- કચ્છ અને ‘સ્પીપા’ રાજકોટના સંયુક્ત સંકલનથી સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં એનએસએસના કચ્છની વિવિધ કોલેજના ૧૦૨ ઉત્સાહી તાલીમાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન યુવાનો આપત્તિના સમયે વહીવટી તંત્રની વાસ્તવિક ફિલ્ડ કામગીરીથી પરિચિત થાય તે માટે પ્રેક્ટિકલ સેશન સાથે અલગ અલગ વિષયો  પર ત્વરિત લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનની સમજ આપવામાં આવશે.
આ તાલીમ કાર્યક્રમ ઉદ્દઘાટન પ્રસંગે ડીઝાસ્ટર મામલતદાર પી.કે.ચૌધરી, સ્પીપાના નાયબ સેક્શન અધિકારી હીનલબેન કુવાડીયા, ડીઝાસ્ટર શાખા ડીપીઓ નિરવસિંહ નાડોડા, એનડીઆરએફના ઇન્સ્પેક્ટર એસ.એન.પરીખ, યક્ષ મંદિર મેનેજર હિતેશ ગજ્જર સહિત એનએસએસ તાલીમાર્થી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments

COMMENT / REPLY FROM