Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં તપગચ્છ જૈન સંઘના ગુરૂ, ભગવંતોનો ચાતુર્માસ 

15 July



મુંદરા - કચ્છઉદય : નગરમાં તપગચ્છ જૈન સંઘના આંગણે ગુરૂ, ભગવંતોનો ભવ્ય ચાતુર્માસ થયો હતો. બુધવારે સવારે પૂજ્ય મુનિ અનંત સિધ્ધ વિજયજી મ.સા., મુનિ અહેદપૂજન સાહેબ તેમજ સાધ્વી ભગવંતોમાં પૂજ્ય હિત ચિંતનાજી મહાસતી, હિતદર્શીજી મહાસતી, હંસનિયાશ્રીમહાસતી સાધુ - સાધ્વીજીનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. 
તપગચ્છ જૈન સંઘના સાધર્મિક ભાઈ બહેનો શહેરના ગોરજી દેરાસર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી સાધુ -સાધ્વીજી ભગવંતોનું ભવ્ય સામૈયું કરાયું હતું. શહેરના હંસ ટાવરથી તપગચ્છ જિનાલય પહોંચ્યો હતો. ઢોલ નગારાના નાદે શહેરના મુખ્ય માર્ગો જિન ભક્તિ મય બન્યા હતા. ગુરૂ ભગવંતજીએ પાર્શ્વનાથ દાદાના દર્શન કરી ચતારી મંગલમ સંભળાવ્યો હતો અને ભાઈ બહેનોએ લાભ લીધો હતો.
મુંદરાના જૈન અગ્રણી પ્રફુલ્લચંદ્ર મણિલાલ ફોફડીયા હૈ સંસાર પક્ષે પુત્રી પ્રીતિબેને સાડા છ વર્ષ પહેલા દીક્ષા અંગીકાર કરી હતી કે જેઓ હાલ મુન્દ્રાના આંગણે પ્રથમવાર ચાતુર્માસમાં પધાર્યા છે. આ પ્રસંગે સંઘના હરેશ મહેતા, પારસ ફોફડિયા, પંકજ શાહ, ચંદ્રકાન્ત શાહ, જીતુ સંઘવી, પપ્પુ વોરા, વિનોદ મહેતા, નિકુંજ મહેતા, શાંતિલાલ મહેતા, ભરત મહેતા, મહેન્દ્ર મહેતા, નવીન મહેતા, નીતિન શાહ સહિતના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM