સાંસદ કચ્છ કાર્નિવલ : ભુજના હમીરસર કાંઠે ભવ્ય શણગાર
આવતીકાલે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ શહેરના શણગાર સમાન હમીરસર તળાવના કાંઠે ભવ્ય લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે અષાઢી બીજ ની પૂર્વ સંધ્યાએ રોશની નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ કચ્છ કાર્નિવલ માટે કરવામાં આવેલ સુશોભનના વિડીયો વાયરલ થયા છે. આવતીકાલે કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન કચ્છ કાર્નિવલ ને નિહાળવા માટે કચ્છવાસીઓમાં આગોતરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
------

Comments