એંકરવાલા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અષાઢી બીજની કરાઈ ઉજવણી
ભુજ - કચ્છઉદય : કચ્છીમાડુનું નવું વર્ષ એટલે અષાઢી બીજ. આ પર્વની ઉજવણી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એંકરવાલા સરસ્વતી વિદ્યા મંદિર પ્રસાદી ભવન, સંસ્કાર નગર ખાતે કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી આરસીસીના પ્રમુખ જ્યોતિબેન ભટ્ટ, અર્પણભાઈ કલોલિયા તથા સોહણીબેન હાથી ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિબેન ભટ્ટનું સ્વાગત ભારતીય પરંપરા મુજબ શાળાના પ્રધાન આચાર્ય નિરવબેન પાંધી દ્વારા કરાયું હતું. શાળાના વિદ્યાર્થી વિશ્વરાજ સોઢા તથા આચાર્ય પ્રિયંકાબેન રૂડાણી દ્વારા કચ્છી ગીતની રજૂઆત કરવામાં આવી હતી. જ્યોતિબેન દ્વારા કચ્છી નવા વર્ષ વિશેની વિદ્યાર્થીઓને સમજ અપાઈ હતી. શાળાના નિયામક વનજરાસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને કચ્છના ઈતિહાસ અને કચ્છી ગીતોથી માહિતગાર કર્યા હતા. મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના નિયામક વનરાજસિંહ જાડેજા, પ્રધાનાચાર્ય નિરવબેન પાંધી, સહપ્રધાનાચાર્ય દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઉર્વશીબેન ચાવડાએ કર્યું હતું.
----------

Comments