અષાઢી બીજ નિમિત્તે ભુજના હમીરસર તળાવ કાંઠે યોજાશે ભવ્યાતિભવ્ય ‘સાંસદ કચ્છ કાર્નિવલ - ૨૦૨૬’
ભુજ - કચ્છઉદય : કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજનું અદકેરૂ પર્વ. સર્વે દેશ અને વિદેશમાં વસ્તા કચ્છીજનોને નૂતન વર્ષાભિનંદન પાઠવતા કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, અષાઢી બીજ કચ્છના ઐતિહાસિક હમીરસરના કાંઠે “સાંસદ કચ્છ કાર્નિવલ” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કચ્છની જનતાએ કાર્નિવલમાં ઉપસ્થિત રહી કચ્છી કલાને જાણવા અને માણવા અપીલ કરી હતી. આ વેળાએ રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિ અન્ય રાજકીય, સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્નિવલમાં ૪૭થી વધુ કૃતિઓમાં કલાકારો પોતાની કલા કારીગરી રજુ કરશે. સાંજે ૫ વાગ્યે લોક ડાયરા સાથે કાર્યક્રમ શરૂ થઈ જશે.સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્યથી આયોજનના બીજા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને સાકાર કરવા - વાચા આપવા આયોજિત કાર્નિવલ જોવા - માણવા સૌને વિનોદભાઇ ચાવડાએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
-----------

Comments