Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકામાં વરસાદના ઝાપટા

15 July



રાપર - કચ્છઉદય : આજે વાદળછાયા વાતવરણ વચ્ચે બપોરના બાર વાગ્યાની આસપાસ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા વરસાદનુ ઝાપટું વરસ્યું હતું, જેના લીધે માર્ગ ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાપર ઉપરાંત કાનપર, પ્રાગપર, કલ્યાણપર, ઉમૈયા સહિતના આસપાસના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. વાગડ વિસ્તારમાં હજી વાવણી લાયક વરસાદ ન પડતાં ખેડૂતોમા ચિંતાના વાદળો ઘેરાયા છે.
---------

Comments

COMMENT / REPLY FROM