Trending News
ક્રાઈમ

કીડીયાનગરના ડુંગરાળ વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો

15 July


૩ આરોપી ફરાર : ભચાઉની સર્વોદય સોસાયટીમાં ખુલ્લામાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ

ગાંધીધામ :  ગાગોદર પોલીસે કીડીયાનગર ગામે દરબારગઢ વિસ્તાર પાસે આવેલ ડુંગરની નીચે બાવળોની ઝાડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન મનજીભાઈ ગણેશભાઈ દુબરીયા અને નારૂદાન કરણીદાન ગઢવી નામના બે શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ ગયા હતા, જ્યારે કરશન પપ્પુ ભરવાડ, વીરા ખીમા હરિજન અને સુરા માંડણ સોલંકી નામના ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૧૧,૪૫૦/-, ૪ મોટરસાયકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦/-) અને ૧ મોબાઈલ (કિંમત રૂ. ૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૬૬,૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો વળી  ભચાઉની જુની મામલતદાર કચેરી રોડ પર આવેલ સર્વોદય સોસાયટીની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા છે. 
પોલીસ રેઇડ દરમિયાન દિનેશ નાનજીભાઈ પરમાર સહિતના ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૧,૮૦૦/- અને ગંજીપાના કબજે કરી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM