અનશન વ્રતધારી સ્વ. તારાચંદભાઈ છેડાની જન્મજયંતિની મુન્દ્રામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિો સાથે કરાઈ ઉજવણી
મુન્દ્રા - બારોઇ નગરપાલિકાની ટીમ અને રાજકીય ફ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા : જનસેવા સંસ્થા દ્વારા કરાયું આયોજન
મુન્દ્રા - કચ્છઉદય : સમાજરત્ન, સેવાના ભેખધારી અને પૂર્વ રાજ્યમંત્રી અનશનવ્રતધારી સ્વ. તારાચંદભાઈ છેડાની ૭૫મી જન્મજયંતિની મુન્દ્રાની જન સેવા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરાઈ હતી. ગરીબ વસાહતમાં બાળકોને અલ્પાહાર, બિસ્કિટ - ચોકલેટ સહિતની વિવિધ વસ્તુઓે તેમજ શહેરના જરૂરતમંદ પરિવારાને રાશનકીટોનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે મુન્દ્રા - બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, અનશનવ્રતધારી સ્વ. તારાચંદભાઈ અમારા આદર્શ હતા અને સેવાના ભેખધારી હતા. કચ્છમાં ભૂતકાળમાં દુષ્કાળ સમયે ગાયો માટે તેમની સેવા હજુ પણ લોકોના માનસપટમાં છે. જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું કે, અનશન વ્રતધારી સ્વ. તારાચંદભાઈ છેડા જનસેવાના માર્ગદર્શક અને પ્રેરક હતા. તેમની પ્રેરણા અને સહયોગથી જન સેવાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ને વેગ મળ્યો હતો. આ પ્રસંગે સુધરાઇના કારોબારી ચેરમેન ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર, ધ્રુવરાજસિંહ ચુડાસમા, કરણ મહેતા તેમજ શહેરના અગ્રણી વેપારીઓ વસંતભાઈ ગડા અને રમેશભાઈ પિત્રોડા હાજર રહ્યા હતા . જન સેવાના રાજ સંઘવીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
-------

Comments