જિંદાલ કંપનીના દ્વારા મોટા કપાયા કુમારશાળામાં યુનિફોર્મ વિતરણ
મુંદરા - કચ્છઉદય : મોટા કપાયા કુમારશાળા ખાતે જિંદાલ કંપની, સમાઘોઘાના સૌજન્યથી શાળા પરિસરમાં વિદ્યાર્થીઓને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ પ્રિન્સિપાલ દેવાંગીબેન ભારવાડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રિષભભાઈ ખન્ના (એડમિન હેડ), નવનીતભાઈ આહીર, પરાક્રમસિંહ સરવૈયા તથા નિલેશભાઈ મહેશ્વરી, કુમાર શાળા એસએમસીના અધ્યક્ષ દિપ્તીબા જાડેજા તથા સમિતિના સભ્યો વાલીગણ તેમજ શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓએ સમૂહ પ્રાર્થનાથી કરી હતી ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ દેવાંગીબેન ભારવાડીયા દ્વારા વર્ષ દરમિયાન શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારતીબેન જેઠવા દ્વારા પ્રમાણપત્રકનું વાચન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે જિંદાલ કંપની દ્વારા મંચસ્થ મહેમાનોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. ઉપરાંત લીલાભાઈ રબારીના સહયોગથી બાલવાટિકાના ૧૭ બાળકોને બે જોડી અલગથી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા જિંદાલ કંપની સમાઘોઘાના કર્મચારી ગણ લીલાભાઈ રબારી તેમજ મંચસ્થ મહાનુભવો દ્વારા આ શાળાના બાળકોની યુનિફોર્મ વિતરણ માટે પસંદગી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ કુકડીયા સહિત શાળાના તમામ શિક્ષકગણ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન ભારતીબેન મહેશ્વરીએ તેમજ આભારવિધિ હેમાલીબેન સોલંકીએ કરી હતી.
-------

Comments