Trending News
સ્થાનિક સમાચાર

૨૫ શિક્ષણ સહાયકોને પૂરા પગારના આપવામાં આવ્યા આદેશ

14 July


જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પારદર્શક વહીવટની તમામ સંઘોએ કરી પ્રશંસા


ભુજ - કચ્છઉદય : કચ્છની અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૨૫ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, પાંચ વર્ષ પૂર્ણ થવાના દિવસે જ પૂરા પગારના આદેશ મળતાં શિક્ષકોએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. આ અગાઉ સરકારી માધ્યમિક વિભાગના ૮૪ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૪૮ તેમજ અનુદાનિત શાળાઓના ૧૧ એમ કુલ ૧૪૩ શિક્ષકોને પુરા પગારમાં સમાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. પૂરા પગારના આદેશ મેળવનારા શિક્ષકોએ કચ્છી નવાં દિવસની આગોતરી ભેટ ગણાવી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો, વધુમાં તમામ ૨૫ શિક્ષકોએ એકી સૂરમાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કચ્છ એ ઉત્તમ અને પારદર્શક વહીવટનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આદેશ વિતરણમાં આચાર્ય સંઘના અધ્યક્ષ ચેતનભાઈ બારમેડા, પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક સંઘના પંકજભાઈ દહીંસરીયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નયનભાઈ વાંઝા, અલ્પેશભાઈ જાની, માધ્યમિક સંઘના મનીષભાઈ પટેલ, ભાવેશભાઈ ઉપાધ્યાય, બ્રિજેશભાઈ ઠક્કર, અજીતભાઈ ભાનુશાલી, બિનસરકારી સંઘના બલવીરસિંહ રાણા, ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુ અને ટીમે વ્યવસ્થા સંભાળી હતી.
------ 

Comments

COMMENT / REPLY FROM