Trending News
સ્થાનિક સમાચાર

ભુજની માતૃછાયા શાળાની છાત્રાઓને બેન્કિંગ વહિવટ અંગે સમજ અપાઈ

14 July


ભુજ - કચ્છઉદય : શહેરની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસના ઉપક્રમે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ધોરણ ૧૧ની ૩૨ જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા બેન્કના પ્રાથમિક વ્યવહારોના પ્રાયોગિક જ્ઞાન શીખવાડતું બેન્કનું મોડેલ ઉભું કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટનોa મુખ્ય હેતુ વ્યવહારુ જ્ઞાન સાથે બાળકોને શાળા જીવનથી જ બેંકિંગ અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો. શાળાના શિક્ષકો સ્વાતિબેન ત્રિવેદી, મનોજભાઇ મહેશ્વરી અને મિત્તલબેન તન્નાના માર્ગદર્શન હેઠળ દિકરીઓ દ્વારા એટીએમ ખાતાના પ્રકારો, ખાતું ખોલવવાના ફોર્મ, ચેક સ્લીપ ભરતા શીખવવું , કેશિયરની કામગીરી, લૉકર તથા અન્ય બેંકિગ સુવિધાઓ અને ઓનલાઈન બેન્કિંગ અંગેની પ્રાયોગિક જાણકારી બેન્કનું મોડેલ ઉભું કરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ દ્વારા બનાવવામાં આવેલ આ “માતૃછાયા બેન્ક”નું ઉદ્દઘાટન શાળાના ટ્રસ્ટી રજનીભાઈ પટવા અને બેન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે બેન્ક ઓફ બરોડાના કર્મચારી રાજેન્દ્રભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે માતૃછાયા કન્યા વિદ્યાલયની ભુતપૂર્વ વિદ્યાર્થિનીઓ જે હાલે રાષ્ટ્રીયકૃત બેંકમાં ફરજ બજાવી રહી છે. તેમના દ્વારા વિદ્યાર્થિનીઓને આઈબીપીએસ પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓએ હોંશભેર જોડાયા તેમજ તેમના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમોની પ્રેરણા શાળાના આચાર્યા સુહાસબહેન તન્ના ગોસ્વામીએ આપી હતી. આ આયોજન બર્દ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM