Trending News
ક્રાઈમ

મુંદરાના પોર્ટ રોડ પરથી રૂ. ૨.૧૦ લાખના હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

14 July



પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી : ડિજિટલ વજન કાંટો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. ૨.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ઙ્મ


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ-ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીની ટીમે બાતમીના આધારે મુંદરા શહેર વિસ્તારમાં આવેલા પોર્ટ રોડ પર ત્રિવેણી એકાર્ડ પાસેથી એક શખ્સને ૧૦.૫ ગ્રામ પ્રતિબંધિત માદક પદાર્થ હેરોઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સતનામસિંધ જસપાલસિંધ (ઉં.વ ૨૮) જાણવા મળ્યું છે, જે મૂળ પંજાબ રાજ્યના ફરીદકોટ જિલ્લાના કોતકપુરા ગામનો રહેવાસી છે. જપ્ત કરાયેલા હેરોઈનના આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૨,૧૦,૦૦૦ જેટલી થાય છે.પોલીસે પકડાયેલા આરોપીની પાસેથી હેરોઈન ઉપરાંત અન્ય સામગ્રી પણ મેળવી છે. જેમાં રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન, રૂપિયા ૧,૦૫૦ ની રોકડ રકમ તેમજ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણમાં વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો રૂપિયા ૨૦૦ નો એક ડિજિટલ વજન કાંટો સામેલ છે. આમ, પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા ૨,૧૬,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ સફળ ઓપરેશન એસઓજીભુજના પીઆઇ એ.ડી. પરમાર અને પીએસઆઇ ટી.બી. રબારીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા સહિતના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
------- 

Comments

COMMENT / REPLY FROM