Trending News
ક્રાઈમ

નાની ચીરાઈ ગામમાં ગમખ્વાર ઘટનાઃ ૧૮ વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 July


ભચાઉ : ભચાઉ તાલુકાના નાની ચીરાઈ ગામમાં એક ૧૮ વર્ષની આશાસ્પદ યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, નાની ચીરાઈમાં રહેતા ઉસ્માન ભટ્ટીની ૧૮ વર્ષીય પુત્રી સુગરાએ તા. ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ૦૪ઃ૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તેને સારવાર અર્થે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડો. ધારા શુક્લાએ તેને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે ભચાઉ પોલીસને જાણ કરાતા એ.એસ.આઈ. રવજીભાઈ લોંચાએ પ્રાથમિક નોંધ કરી છે. મૃતદેહને પી.એમ.  અર્થે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટરના હુકમથી હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને પો.સબ.ઇન્સ. કે.બી. તરારે આત્મહત્યા પાછળનું કારણ જાણવા આગળની તપાસ તેજ કરી છે.
 

Comments

COMMENT / REPLY FROM