Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સાયબર ક્રાઈમ ટીમ શું અગરબત્તી કરે છે?  SMC ની ડિજિટલ જુગાર પર તવાઈથી ઉઠતા ગંભીર સવાલો

14 July



એસએમસી શા માટે ત્રાટકે છે?“સ્થાનિક કક્ષાએ આ અડ્ડાઓ વહીવટ કે સેટિંગના જોરે ધમધમતા હોય છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ સીધું ગાંધીનગરથી ટેકનિકલ લોકેશન ટ્રેક કરીને લાઈવ રેડ પાડે છે. રેડ દરમિયાન પોલીસ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ, વાઈફાઈ રાઉટર, લોગ-બુક (હિસાબની ડાયરીઓ) અને ડિજિટલ આઈડીના લિસ્ટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરે છે. આ જ પદ્વતિથી સ્થાનિક સાયબર ક્રાઈમ અપનાવાવમાં કયા ટુકી પડે છે? કે પછી ઈચ્છાશકિતનો હોય છે અભાવ? : જાણકારોના સવાલો


SMC ત્રાટકી પણ સ્થાનિક સાયબર સેલ કેમ ઊંઘતો રહ્યો? ગાંધીધામ સપનાનગરમાં રહેણાંક મકાનમાં ચકલાપોપટ અથવા તો યંત્ર આધારિત ઓનલાઈન જુગાર ધમધમી ઉઠી હતી છતા સ્થાનિકની સાયબર ક્રાઈમ ટીમોને કોઈ જ ગંધ શુદ્ધા ન આવવા પાછળનું રહસ્ય શું?



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જમાં કરોડો રૂપિયાના ખર્ચે અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાયબર ક્રાઈમ સેલનો અલાયદો વિભાગ કાર્યરત છે. ડિજિટલ ફ્રોડ કે ઓનલાઈન ગુનાખોરી આચરવામાં આવતી હોય તો તેને ડામવાની પ્રાથમિક જવાબદારી આ વિભાગ અને તેના જવાબદાર અધિકારીઓની રહેતી હોય છે. સાયબર ક્રાઈમ ટીમ રેન્જ કક્ષાએથી લઈ અને જિલ્લા કક્ષાએ પણ અલગ-અલગ રીતે કાર્યરત કરાયેલી છે. 
પરંતુ, તાજેતરમાં ગાંધીધામમાં જે ઘટના બની છે તેણે આ સમગ્ર વિભાગની નબળી કામગીરી અથવા તો રહસ્યમય મૌન પર મોટા સવાલો ઊભા કર્યા છે. ભાવનગર અને રાજકોટ બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ કચ્છના ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ઓનલાઈન, હાઈટેક ડિજિટલ જુગારના અડ્ડા પર ત્રાટકીને મોટું ઓપરેશન પાર 
પાડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ગાંધીધામના હાર્દ સમાન વિસ્તારમાંથી જ્યારે આ પ્રકારનું હાઈટેક નેટવર્ક પકડાય, ત્યારે સવાલ એ થાય છે કે સાયબર ક્રાઈમ કચ્છ રેન્જ (આઈજીશ્રીની ટીમ) અને જિલ્લા કક્ષાની ટીમોને આવી કોઈ બાતમી કેમ ન મળી?શું આ સરહદી જિલ્લામાં આવું હાઈટેક ડિજિટલ જુગારનું સામાજિક દૂષણ મોટા 
પાયે વકરી ચૂક્યું હોય અને સ્થાનિક એજન્સીઓ તેનાથી તદ્દન અજાણ હોય તે શક્ય છે? જો અજાણ હોય તો તે ક્ષમતા પર સવાલ છે, અને જો જાણતા હોવા છતાં આંખ આડા કાન કરાયા હોય તો તે મિલીભગત તરફ ઈશારો કરે છે. 
કચ્છ જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓનલાઈન દૂષણો ધમધમી ઉઠે અને સાયબર ક્રાઈમ સેલ સ્થાનિકે આવા અડ્ડાઓને અટકાવી જ ન શકે તો જનતામાં સવાલો ઊભા થવા 
સ્વાભાવિક છે.

...........


આ યંત્ર-ડીજિટલ ઓનલાઈન જુગાર કયા
મોડસ ઓપરેન્ડીથી રમાય છે? આ રહ્યો એકસરે!



ગાંધીધામ : હાઈટેક ડિજિટલ કે ઓનલાઈન યંત્ર જુગાર એ પરંપરાગત જુગાર (પત્તા કે વરલી મટકા) કરતાં બિલકુલ અલગ અને અત્યંત શાતિર પદ્ધતિથી કામ કરે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગાંધીધામ જેવા શહેરોમાં જે દરોડા પાડવામાં આવે છે, ત્યાં આખું નેટવર્ક ટેકનોલોજી અને ગુપ્ત કોડિંગ પર ચાલતું હોય છે.આ ડિજિટલ જુગાર વાસ્તવમાં કેવી રીતે રમાડાય છે, તેનું સંપૂર્ણ ટેકનિકલ અને ઓપરેશનલ રિસર્ચની જો વાત કરીએ તો  ડિજિટલ ‘યંત્ર જુગાર’નું આખું નેટવક કેવી રીતે થાય છે આ ખેલ?“આ પ્રકારના હાઈટેક જુગારના અડ્ડાઓ કોઈ ખુલ્લી જગ્યામાં નથી ચાલતા, પરંતુ ઓફિસો, ફ્લેટ કે દુકાનોમાં કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ સ્ક્રીન પાછળ છુપાયેલા હોય છે. તેની મુખ્ય કાર્યપદ્ધતિની જો વાત કરીએ તો ૧. માસ્ટર આઈડી અને ક્લાયન્ટ આઈડી સિસ્ટમ“મેઈન સર્વર/બુકીઃ આ જુગારની મુખ્ય વેબસાઈટ કે એપ્લિકેશન વિદેશમાં (જેમ કે દુબઈ) અથવા અન્ય રાજ્યોના સર્વર પર ચાલતી હોય છે. ર.સ્થાનિક એજન્ટોઃ સ્થાનિક સ્તરે જે સટ્ટાખોરો અડ્ડા ચલાવે છે, તેઓ મુખ્ય કંપની પાસેથી ‘માસ્ટર આઈડી’ અથવા ‘પેનલ’ કરોડો રૂપિયામાં ભાડે કે ભાગીદારીમાં રાખે છે. ૩.ગ્રાહકો  જુગાર રમવા આવનાર વ્યક્તિને આ સ્થાનિક બુકીઓ એક ગુપ્ત યુઝર આઈડી અને પાસવર્ડ આપે છે.‘યંત્ર’ અથવા ડિજિટલ કોઈન્સ ની ખરીદી“આ જુગારમાં રોકડા રૂપિયા સીધા ટેબલ પર નથી મુકાતા. જુગારી (પ્લેયર) જેટલા રૂપિયા રોકડા કે ઓનલાઈન આપે, તેટલા જ રૂપિયાના ડિજિટલ કોઈન્સ અથવા પોઈન્ટ્‌સ તેના આઈડીમાં ક્રેડિટ (જમા) કરવામાં આવે છે. (દા.ત. ૧૦,૦૦૦ રૂપિયા = ૧૦,૦૦૦ પોઈન્ટ્‌સ).૩. સોફ્ટવેર અને ગેમ્સના પ્રકાર“કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર જુદા જુદા પ્રકારના આકર્ષક ‘યંત્રો’ કે ગેમ્સ લાઈવ ચાલતી હોય છેઃ વર્ચ્યુઅલ કેસિઓઃ રૂલેટ (ચક્ર ફરવું), અંદર-બહાર, પોકર, કે ૭-અપ ૭-ડાઉન જેવી ગેમ્સ સોફ્ટવેર પર ચાલે છે.નંબર ગેમિંગ (યંત્ર)ઃ સ્ક્રીન પર ૧ થી ૯ કે ૧ થી ૧૦૦ ના અંકો (યંત્રો) હોય છે. ચોક્કસ સેકન્ડોમાં કોઈ એક નંબર ખૂલે છે. જો જુગારીએ એ જ નંબર પર 
પોઈન્ટ્‌સ લગાવ્યા હોય, તો તેને ૯ ગણા કે ૩૬ ગણા પોઈન્ટ્‌સ પાછા મળે છે.૪. ‘અલ્ગોરિધમ‘ સેટિંગઃ જુગારી ક્યારેય જીતી શકતો નથી!“આ ડિજિટલ જુગારનું સૌથી કાળું પાસું તેનું ઇદ્ગય્ સોફ્ટવેર છે.આ સોફ્ટવેરની પાછળ એવું કોડિંગ હોય છે કે જે માલિક (બુકી)ને જ ફાયદો કરાવે. શરૂઆતમાં જુગારીને લાલચ આપવા માટે થોડું જીતવા દેવામાં આવે છે. પરંતુ જેવો જુગારી મોટી રકમ લગાવે, એટલે સોફ્ટવેર આપોઆપ એવો નંબર ખોલે છે જેમાં બુકીને સૌથી ઓછું ચૂકવવું પડે અથવા બધો પ્રોફિટ બુકીનો થાય. આર્થિક વ્યવહારો“પોલીસ અને સાયબર ક્રાઈમથી બચવા માટે આ નેટવર્ક નાણાકીય વ્યવહારો ખૂબ જ શાતિરતાથી કરે છેઃ હવાલા નેટવર્કઃ જીતેલી કે હારેલી મોટી રકમો આંગડિયા કે હવાલા મારફતે ટ્રાન્સફર થાય છે. ડમી બેંક એકાઉન્ટ્‌સઃ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ગરીબ કે અજાણ્યા લોકોના નામે ખોલાવેલા ‘ડમી’ બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે, જેથી પોલીસ તપાસ કરે તો પણ અસલી માલિક પકડાતો નથી. ક્રિપ્ટોકરન્સીઃ આજકાલ ટ્રેકિંગથી બચવા માટે બિટકોઈન કે યુએસડીટી જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ આઈડી રિચાર્જ કરવામાં આવે છે. 

..........


સણસણતો સવાલ : સાયબર સેલ એટલે શું માત્ર ‘વહીવટ’ સેલ? 


ક્રીકેટ સટ્ટોડીયાઓની રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરોડોની જમીનો અને ૨૦ લાખની રોલેક્સ ઘડિયાળો પાછળ છુપાયેલું કાળું સત્ય! :  આદિપુરમાં સટોડીયાઓની આલીશાન ગાડીઓ અને શિણાયમાં કરોડોની જમીનોઃ કોની રહેમનજર?ઃ  ૨૦ લાખની ‘રોલેક્સ‘ ઘડિયાળ અને રહસ્યમય મૌન !


જનતાનો આક્રોશઃ નાટકો બંધ કરો, અસલી ગુનેગારોને પકડો “શાળા-કોલેજોના માસૂમ બાળકોને સાયબર ક્રાઈમના પાઠ ભણાવતા અધિકારીઓ પહેલા પોતાના જ વિભાગમાં ચાલતા ‘ઓનલાઈન વહીવટ’ના ક્રાઈમને બંધ કરે તે જરૂરી છે. જો બોર્ડર રેન્જ આઈજી અને ઉચ્ચ પોલીસ વહીવટી તંત્ર ખરેખર ન્યાય ઈચ્છતું હોય, તો આદિપુર અને શિણાયમાં જમીનો ખરીદનારા ક્રીકેટ સટોડીયાઓ અને તેમના આકાઓ સાથે કયા કયા પોલીસ અધિકારીઓના કનેક્શન છે, તેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ થવી જોઈએ.



ગાંધીધામ : સામાન્ય જનતા માટે ‘સાયબર સેલ’ એટલે ઓનલાઈન છેતરપિંડી કે ડિજિટલ ગુનાઓ અટકાવતી પોલીસની એક હાઈટેક પાંખ. અધિકારીઓ મોટી-મોટી વાતો કરે છે કે તેઓ શાળા-કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરે છે. પરંતુ જનતા આજે પૂછી રહી છે કેઃ સાયબર સેલનો અસલી મતલબ શું છે? શું આ વિભાગ માત્ર સ્કૂલ-કોલેજોમાં જઈને ફોટા પડાવવા અને જાગૃતિના નામે નાટકો કરવા માટે જ બનાવાયો છે? કે પછી તેની પાછળ ક્રિકેટ સટ્ટાકાંડ અને કરોડો રૂપિયાના તોડબાજીના આટાફેટા છુપાયેલા છે? ઓનલાઈન હાઈટેક યંત્ર જુગારની સાથે જ અગાઉ ગાંધીધામ-આદિપુરપટ્ટામાં એક અધિકારીને ક્રિકેટ સટ્ટાકાંડમાં ૪૦ લાખ રૂપિયાની રોલેક્ષ ઘડીયાલ ‘ભેટ’ મળતી હોવાના ગંભીર આરોપો અને ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે સાયબર સેલની ખરી વફાદારી કાયદા પ્રત્યે છે કે પછી સટ્ટાના આકાઓ પ્રત્યે?ગાંધીધામના જોડિયા નગર આદિપુરમાં આજે મોટા પાયે હાઈટેક જુગાર અને ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ધમધમી રહ્યું છે. ગઈકાલ સુધી સામાન્ય બાઇક પર ફરતા સટોડીયાઓ આજે અચાનક આલીશાન મોંઘીદાટ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. એટલું જ નહીં, આદિપુરની બાજુમાં આવેલા શિણાય રોડ અને શિણાય પંથકમાં આ સટોડીયાઓ કરોડો રૂપિયાની કિંમતી જમીનો ખરીદી રહ્યા છે.આ આખી માયાજાળ ખુલ્લેઆમ નજરે પડે છે, છતાં સવાલ એ છે કે સ્થાનિક સાયબર સેલ કે પોલીસને આ કેમ નથી દેખાતું? સામાન્ય માણસ લોન લેવા જાય તો તેની કુંડળી કઢાય છે, તો આ સટોડીયાઓ પાસે આટલી અઢળક સંપત્તિ ક્યાંથી આવે છે તેની તપાસ કેમ નથી થતી?જનતામાં અને પોલીસ બેડામાં અત્યારે ભારે ગણગણાટ છે કે આદિપુર અને ગાંધીધામના સટોડીયાઓ પાસેથી સાયબર સેલને દર મહિને તગડો ‘વહીવટ’ પહોંચી જાય છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે આ સાહેબોના હાથમાં જે ૨૦-૨૦ લાખ રૂપિયાની મોંઘીદાટ ‘રોલેક્સ‘ ઘડિયાળો ચમકે છે, તે પણ આ સટોડીયાઓએ મોકલેલી સોગાદ હોઈ શકે છે! જ્યારે ટેબલ નીચેથી લાખોનો વહીવટ અને કાંડા પર ૨૦ લાખની બ્રાન્ડેડ ઘડિયાળો પહોંચી જતી હોય, ત્યારે સાયબર સેલના મોઢા પર આપોઆપ ‘તાળું’ વાગી જાય તે સ્વાભાવિક છે તવુ પણ લોકો ચર્ચી રહ્યા છે. એટલે જ કદાચ, આદિપુરના અડ્ડાઓ પર સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે અને છેક ગાંધીનગરથી જીસ્ઝ્ર (સ્ટેટ મોનિટરિંગ સેલ) એ આવીને રેડ પાડવી પડે છે!

.............


હવે જોવાનું એ રહ્યું છે કે.,

ગાંધીધામ : જ્યારે ગાંધીધામ જેવા સંવેદનશીલ અને વેપારી મથકે ગાંધીનગરની SMC ટીમે આવીને દરોડા પાડવા પડે, ત્યારે સાબિત થાય છે કે સ્થાનિક સાયબર ક્રાઈમ સેલ પોતાની કાનૂની અને નૈતિક જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે અથવા તો ઓનલાઈન જુગારીઓને સ્થાનિક સ્તરે ‘અભય વચન’ મળેલું હતું. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક સાયબર ટીમના જવાબદારો સામે પગલાં ભરે છે કે પછી મામલો થાળે પાડી દેવાય છે!

..........


નિયમો અને કાયદા અનુસાર સાયબર ક્રાઈમ સેલની આ છે ખરી જવાબદારીે ?

ગાંધીધામ : જ્યારે ઓનલાઈન ગેમ્બલિંગ (ડિજિટલ જુગાર) કે સાયબર ગુનાઓ આચરવામાં આવે છે, ત્યારે ‘ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ’ અને ‘ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ’ હેઠળ સાયબર ક્રાઈમ સેલની કેટલીક ચોક્કસ કાનૂની અને વહીવટી જવાબદારીઓ બને છે, જેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હોવાનું ચિત્ર ઉપસે છેઃ ૧. પ્રો-એક્ટિવ સાયબર પેટ્રોલિંગ : સાયબર સેલનું મુખ્ય કામ માત્ર ફરિયાદ આવે ત્યારે જાગવાનું નથી. નિયમ અનુસાર, ડિજિટલ સ્પેસ, શંકાસ્પદ આઈપી એડ્રેસ, લોકલ નેટવર્ક અને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સ પર સતત વોચ રાખવાની જવાબદારી તેમની છે. ર.ડિજિટલ ફૂટપ્રિન્ટ ટ્રેકિંગઃ ઓનલાઈન જુગાર માટે લોકલ સર્વર, વીપીએન કે ખાસ પ્રકારની એપ્સ વપરાતી હોય છે. સાયબર સેલ પાસે રહેલા આધુનિક ટૂલ્સની મદદથી આવા શંકાસ્પદ ડેટા ટ્રાફિકને ટ્રેક કરીને સ્થાનિક સ્તરે જ દરોડા પાડવાની સત્તા અને જવાબદારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર થી લઈને ઉપરના અધિકારીઓની હોય છે. ૩. ઈન્ટેલિજન્સ ગેધરિંગ : ઓનલાઈન જુગારમાં થતા આર્થિક વ્યવહારો ડિજિટલ વોલેટ કે હવાલા નેટવર્ક દ્વારા થતા હોય છે. આવા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર નજર રાખીને ગુનાના મૂળ સુધી પહોંચવાની કાનૂની જવાબદારી રેન્જ સાયબર સેલની બને છે.૪.સ્થાનિક પોલીસ સાથે સંકલનઃ આઈજીશ્રીની સાયબર ટીમનું કામ સ્થાનિક એજન્સીઓને ટેકનિકલ સપોર્ટ આપી આવા નેટવર્ક નેસ્તનાબૂદ કરવાનું છે.


.......

Comments

COMMENT / REPLY FROM