Trending News
સ્થાનિક સમાચાર

બન્ની વિસ્તારને મહેસૂલી સેટલમેન્ટ કરવા મંત્રી ત્રિકમ છાંગા સમક્ષ રજૂઆત

13 July


વર્ષો જૂની લોકહિતની માંગ અંગે પ્રતિનિધિમંડળે કરી રજૂઆત : હકારાત્મક આશ્વાસન મળ્યું

ભુજ - કચ્છઉદય : બન્ની વિસ્તારને મહેસૂલી રીતે સેટલમેન્ટ કરવાની વર્ષો જૂની માંગને લઈને જિલ્લાના પ્રતિનિધિ મંડળે રાજ્યમંત્રી ત્રિકમ છાંગાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
પ્રતિનિધિમંડળે મંત્રીને જણાવ્યું હતું કે બન્ની વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી મહેસૂલી સેટલમેન્ટના પ્રશ્નના ઉકેલની રાહ જોઈ રહ્યા છે. મહેસૂલી સેટલમેન્ટ થવાથી સ્થાનિક લોકોને કાયદેસર હકો પ્રાપ્ત થશે તેમજ વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. તેથી આ પ્રશ્નનો ન્યાયસંગત અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ફકીર મામધ રાયશી, સાડઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મુસ્તાક પઠાણ, મુસા જુનાસ નોડે તથા રાયબ અજીમ થેબા ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી ત્રિકમ છાંગા સાહેબે પ્રતિનિધિમંડળની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી યોગ્ય અને જરૂરી કાર્યવાહી હાથ ધરવાની હકારાત્મક ખાતરી આપી હતી. પ્રતિનિધિ મંડળે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બન્ની વિસ્તારના લોકોના હિત, અધિકાર અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.
------

Comments

COMMENT / REPLY FROM