અંબાજી યાત્રાધામમાં ૧૬ થી ૨૦ જુલાઈ દરમિયાન રાત્રી પૂજા, નવચંડી યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજાશે
ભુજ - કચ્છઉદયઃ અમદાવાદના યુવા નાગર બ્રાહ્મણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢ નવરાત્રી પ્રસંગે તારીખ ૧૬ થી ૨૦ જુલાઈ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે એવું ધર્મેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું, જેમાં તારીખ ૧૬/૭ થી ૨૦/૭ સુધી અંબાજી ખાતે રાત્રે ૯ થી ૧૨ કલાક દરમિયાન રાત્રી પૂજા, તારીખ ૧૮/૭ ના સામૂહિક નવચંડી યજ્ઞ અંબાજી યજ્ઞશાળા ખાતે યોજાશે તેમજ તારીખ ૧૯/૭ના સવારે ૯ કલાકેથી અંબાજી મંદિર ખાતે ચઢાવવામાં આવનારી પાવન ધ્વજારોહણ કાર્યક્રમ છે, જેમાં અંબાજીના રાજમાર્ગથી શોભાયાત્રા સાથે અંબાજી મંદિરમાં ધ્વજારોહણ થશે. નવરાત્રી દરમિયાન વિવિધ કાર્યક્રમ સાથે રાત્રી પૂજા યોજાશે. ભુજ, અંજાર, વડોદરા, અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોએથી રાત્રિ પૂજામાં સૌ જોડાશે. ભુજ કચ્છ - સૌરાષ્ટ્રની રાત્રી પૂજા તારીખ ૨૦/૭ના યોજાશે, જેમાં પાવડી પૂજા, ગબ્બર ખાતે ઘી અર્પણ અને શક્રાદય પઠન થશે. હસમુખભાઈ વોરા અને વિભાકરભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ આશરે ૬૦ વ્યક્તિઓ તેનો લાભ લેશે. મઢ ખાતે બેઠા ગરબા, સન્માન સહિતના કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રે ૯ થી ૧૨ કલાક દરમિયાન અંબાજી ખાતે રાત્રી પૂજા જેમાં થાળ, આરતી, શક્રાદય પઠન યોજાશે એવું જયશ્રીબેન હાથી અને વત્સલાબેન શુક્લએ જણાવ્યું હતું.
----

Comments