નખત્રાણા તા. પંચાયતની સભામાં કારોબારી ચેરમેન, ન્યા. સ. ચેરમેનોનો વરણી કરાઈ
નખત્રાણા પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, તા.ભા. પ્રમુખ ધર્મેશ કેસરાણીની ઉપસ્થિતિમાં જિ.ભા.થી આવેલ બંધ કવર ખોલ્યા : કા.ચે. બેચરભાઈ રૂડાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળિયાની જાહેરાત કરાઈ : દંડક પદે મનીષભાઈ મહેશ્વરી વરાયા
નખત્રાણા - કચ્છઉદય : તાલુકા પંચાયતની સભામાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની ચેમ્બરમાં મળી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનપદે અગાઉ જાહેરાત કરવામાં આવેલ મુજબ બેચરભાઈ રૂડાણીની વિધિવત વરણી થઈ હતી. જયારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ઘડાણી સીટના મહિલા ઉમેદવાર જશોદાબેન બળિયાની વિધિવત વરણી કરવામાં આવી હતી. તે પૂર્વે તાલુકા ભાજપની બેઠકમાં નખત્રાણા પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણીની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ તરફથી આવેલ ચેરમેનોના નામના બંધ કવર ખોલી નામનોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. બંને નવનિયુક્ત ચેરમેનોએ તાલુકાના સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો. આ અવસરે દંડક પદે અંગિયા બેઠક પરના મનીષ સામંતભાઈ મહેશ્વરી વરાયા હતા. આ અવસરે વર્ષાબેન જાનીએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. નવનિયુક્ત બેચરભાઈ પટેલ, જશોદાબેન ગોવિંદભાઈ, મનીષભાઈ મહેશ્વરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જ્યોતિબા આર. સોઢા, કલ્પેશ સચદે, ઈલિયાસ પિંજારા, જેસાભાઈ આહિર, મંજુલાબેન સોમાભાઈ લતા, સ્મિતાબેન ભીમાણી, પૂજાબેન ભરતભાઈ વાઘેલા, રમેશ પરમાર, આર્વી સોની, નગરપતિ વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, મામદ ખત્રી, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી સહિત તાલુકા પંચાયત ભાજપના સભ્યો, ઉપરાંત જયસુખભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, ઈકબાલ ઘાંચી, જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતનભાઈ ઠક્કર, મયુર વાઘેલા, હિરેન ભટ્ટ, નીતિનગિરિ ગોસ્વામી સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments