Trending News
ક્રાઈમ

રાજસ્થાન પોલીસે ૧૦ વર્ષથી ફરાર  વોન્ટેડ આરોપીની અંજારથી કરી ધરપકડ

13 July



મજૂરી કામ કરતા ઈનામી આરોપીને પોલીસે મજુર બનીને શોધ્યો

ભુજ - કચ્છઉદય : રાજસ્થાન ના બાંસવાડા જિલ્લાના સલ્લોપાટ પોલીસ દ્વારા અંજારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલો આરોપી ૧૦ વર્ષથી ફરાર હતો. તેના પર રાજસ્થાન પોલીસ દ્વારા ઈનામ જાહેર કરવામાં આવ્યો હતો. દરમ્યાન આરોપી અંજાર વિસ્તારમાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે મજુર બનીને આરોપીને ઝડપી પાડયો હતો. બાંસવાડા જિલ્લાની સલ્લોપાટ પોલીસે અરવિંદ ભૂરા ગરાસિયાની ધરપકડ કરી છે. તે છેલ્લા ૧૦ વર્ષથી ભાગેડુ હતો અને તેની સામે સ્ટેન્ડિંગ વોરંટ હતું. આરોપી સલ્લોપાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈનામ ધરાવતા ટોચના ૧૦ ગુનેગારોમાં સામેલ હતો. પોલીસે જણાવ્યું હતું કે અરવિંદ બે કેસોમાં વોન્ટેડ હતો. તેની સામે મહિલાનું અપહરણ, લગ્ન માટે મજબુર, મારામારાી, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. બાંસવાડાના એસપી સુધીર જોશીના નિર્દેશ હેઠળ રચાયેલી ટીમને માહિતી મળી હતી કે આરોપી કચ્છના અંજાર વિસ્તારમાં મજૂર તરીકે કામ કરે છે. આ માહિતીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને મજૂરોના વેશમાં બે દિવસ તેની શોધમાં વિતાવી અને આખરે તેને પકડી લીધો. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ ધરપકડ કાર્યવાહીમાં સામેલ ટીમમાં સલ્લોપાટ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ઉમેશ પાટીદાર અને કોન્સ્ટેબલ મગનલાલનો સમાવેશ થતો હતો.


 

Comments

COMMENT / REPLY FROM