ગાંધીધામની નવી સુંદરપુરીમાં જુગારધામ પર પોલીસનો દરોડો
બે મહિલાઓ સહિત ચાર જુગારીઓ રૂ. ૧૩,૭૦૦ની રોકડ સાથે ઝડપાયા
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલી બે મહિલાઓ સહિત ચાર શખ્સોને બાતમીના આધારે ત્રાટકીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ રેઇડ દરમિયાન જુગારીઓ પાસેથી હજારોની રોકડ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલ તારીખ ૧૭/૦૭/૨૦૨૬ના રોજ બપોરે ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં નવી સુંદરપુરી ઇમામ ચોક નજીક જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ જનકભાઈ ગોરધનભાઈ લકુમને મળી હતી. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઇડ કરતા જુગાર રમતા ચાર આરોપીઓઃ (૧) દશરથભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ, (૨) મનોજભાઈ વાઘજીભાઈ ઠક્કરને ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના પટમાંથી રોકડા રૂ. ૧૩,૭૦૦/- અને ૫૨ ગંજીપાના જપ્ત કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી દશરથભાઈ પ્રજાપતિ અગાઉ વર્ષ ૨૦૨૪માં પણ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે જુગારના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તેનો ગુનાહિત ઈતિહાસ છે. આ મામલે એ.એસ.આઈ. મયુરગીરી હરેશગીરી ગોસ્વામી અને એ.એસ.આઈ. રમેશભાઈ બાવલભાઈ મેણીયા જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
........

Comments