Trending News
ક્રાઈમ

અંજાર GIDC સામે રોન્ગ સાઈડમાં ધસી આવેલા ટ્રેલરે યુવકને હડફેટે લેતાં કાળમુખો અકસ્માતઃ ૨૪ વર્ષીય નારણ દાફડાનું મોત

12 July




અંજાર - કચ્છઉદય : અંજાર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કચ્છ એન્જીનીયરિંગની સામેના રોડ પર વધુ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેફામ ગતિએ અને રોન્ગ સાઈડમાં આવેલા ટ્રેલરે ૨૪ વર્ષના આશાસ્પદ યુવકને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો.બનાવની વિગત એવી છે કે, રામદેવનગર, જી.આઈ.ડી.સી. અંજાર ખાતે રહેતા કિશનભાઈ પુંજાભાઈ દાફડાના ૨૪ વર્ષીય ભાઈ નારણ પુંજાભાઈ દાફડા ગત તારીખ ૧૦/૦૭/૨૦૨૬ના સાંજે આશરે ૬ઃ૧૪ વાગ્યાના અરસામાં રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેલર નંબર GJ-12-BW-5065 ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે રોન્ગ સાઈડમાં ચલાવી નારણભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નારણભાઈને માથાના ભાગે ગંભીર અતિશય ઈજાઓ અને શરીરે છોલછાલ થતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક અકસ્માતગ્રસ્તોને મદદ કરવા કે પોલીસને જાણ કરવાના બદલે નાસી ગયો હતો.મૃતકના ભાઈ કિશનભાઈએ જણાવ્યું હતું કે, ભાઈના હિન્દુ ધર્મના રીત-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર અને વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓએ ગત રોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રેલર ચાલક સામે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માત અંગે એ.એસ.આઈ નરશીભાઈ મેઘાભાઈ ઝાપડીયા અને સાયબર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

........

Comments

COMMENT / REPLY FROM