વરસાણા સ્થિત કચ્છ કેમિકલ કંપની માં કરંટ લાગતા શ્રમિકનું મોત
કંપની દ્વારા શક્તિ નિયમોના લીરા : તંત્ર કંપનીના ઘૂંટણીયે
કચ્છ કેમિકલની ઘટનાએ ઔદ્યોગિક સલામતી સામે અનેક સવાલો ઊભા કર્યા : શ્રમિકોની સુરક્ષા અંગે તપાસમાં અનેક પાસાં ચકાસવાની જરૂર સલામતીના નિયમોનું ખરેખર પાલન થયું હતું કે માત્ર કાગળ પૂરતું? : ઇલેક્ટ્રિકલ સેફ્ટીથી લઈને PPF સુધી તમામ વ્યવસ્થાની તપાસ જરૂરી : શ્રમિકના મોત બાદ ફેક્ટરીની સલામતી વ્યવસ્થાનું ઓડિટ જરૂરી બન્યું : સેફ્ટી ઓડિટ, તાલીમ અને સુરક્ષા સાધનો અંગે થશે ઊંડાણપૂર્વક તપાસ?
કંપનીનો દાવો : તમામ સલામતી નિયમોનું પાલન કરીએ છીએ; શ્રમઆયુક્તનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ
અંજાર : અંજાર તાલુકાના વરસાણા સ્થિત કચ્છ કેમિકલ કંપનીમાં કામ દરમિયાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું પોલીસમાં અકાળમોતનો દાખલો નોંધાયો છે.મૃતક અરવિંદ લક્ષ્મણભાઈ યાદવ (ઉ.વ.૩૨), મૂળ બિહારના વતની અને હાલ કચ્છ કેમિકલ કંપનીની લેબર કોલોનીમાં રહેતા હતા. તેઓ ડ્રિલ મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગંભીર રીતે દાઝ્યા હતા. પ્રથમ તેમને ભાઈ હોસ્પિટલ, આદીપુર ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રામબાગ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને
મૃત જાહેર કર્યા હતા.અંજાર પોલીસે મદ્દેજીજી કલમ-૧૯૪ હેઠળ અકાળમોતનો દાખલો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ જે.એસ. ચુડાસમા ચલાવી રહ્યા છે.આ સંદર્ભે કંપનીના યુનિટ હેડ શ્રી પુરોહિતની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે તમામ નીતિ નિયમોના પાલન કરી રહ્યા છીએ. તો વળી બીજી તરફ ગાંધીધામમાં રાજ્ય સરકાર ની શ્રમઆયુક્ત કચેરીના શ્રી પટેલ નો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડી રણકતી રહી હોવાથી વિફળ નીકળ્યો હતો.
..........
સવાલો ઊભા કરતો અકસ્માત : જવાબદારો સામે કડક કાર્યવાહી થશે?
ગાંધીધામ :વરસાણા સ્થિત કચ્છ કેમિકલ કંપનીમાં શ્રમિકના કરંટ લાગવાથી થયેલા મોત બાદ અનેક સવાલો ઊભા થયા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ , શ્રમ વિભાગ તથા સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે. ઉઠતા સવાલો... * ઘટનાસ્થળે સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં? * શ્રમિકને જરૂરી સેફ્ટી કિટ અને ઇલેક્ટ્રિકલ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું? * મશીનરીનું નિયમિત સેફ્ટી ઓડિટ અને ઇન્સ્પેક્શન કરવામાં આવતું હતું? * કંપની પાસે ઇમરજન્સી રેસ્ક્યુ અને ફર્સ્ટ એઇડની પૂરતી વ્યવસ્થા હતી? * જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે કે માત્ર કાગળ પરની તપાસ થશે?
શ્રમિકના મોતની ઘટનાને માત્ર અકાળમોત તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક સલામતીના દૃષ્ટિકોણથી ગંભીરતાથી તપાસી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.
........
શ્રમિકોની સલામતી કે માત્ર કાગળ પરના નિયમો?
ગાંધીધામ :કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર બનતા અકસ્માતો વચ્ચે શ્રમિકોની સલામતી અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફેક્ટરીઓમાં સલામતીના નિયમોનું કડક પાલન થાય છે કે નહીં તે અંગે સત્તાવાળાઓએ ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે.
તપાસમાં ધ્યાન આપવા જેવા મુદ્દા... * શ્રમિકોને ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ, સેફ્ટી શૂઝ, હેલ્મેટ અને અન્ય ઁઁઈ આપવામાં આવતા હતા? * ઇલેક્ટ્રિકલ મશીનરીનું નિયમિત મેન્ટેનન્સ અને સેફ્ટી ટેસ્ટિંગ કરવામાં આવતું હતું? * નવા અને કોન્ટ્રાક્ટ શ્રમિકોને સલામતીની તાલીમ
આપવામાં આવતી હતી? * ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી બચાવ માટે જરૂરી સુરક્ષા ઉપકરણો કાર્યરત હતા? * અકસ્માત બાદ કંપનીએ શ્રમ કાયદા મુજબ તાત્કાલિક સંબંધિત વિભાગોને જાણ કરી હતી? * ફેક્ટરીમાં અગાઉ પણ આવા અકસ્માતો બન્યા છે કે નહીં અને તે અંગે શું કાર્યવાહી થઈ હતી? શ્રમિકોની સુરક્ષા કોઈ ઔપચારિકતા નહીં પરંતુ કાનૂની અને માનવીય જવાબદારી છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ બાદ જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં લેવાં જરૂરી છે.
...........

Comments