ચેક બાઉન્સના કેસમા આણંદના ઉધોગપતિને સજા ફટકારતો ધાકબેસાડતો હુકમ કરવામા આવ્યો.
ભુજ - કચ્છઉદય : ભુજના ગ્લોબલ ટ્રેડિંગના ઓથોરાઇઝડ પર્સન પ્રકાશ શિવજી કોઠીવારે આણંદના કારોબારી સનલાઈટ પલ્પ એન્ડ પેપર્સ પ્રા.લી.ના માલીક વસંતકુમાર લક્ષ્મણભાઈ પટેલ વિરૂધ્ધ ચેક પરત ફર્યા અંગેની ફરયાદ ભુજ કોર્ટ મધ્યે દાખલ કરાવેલ હતી. જે ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી કોલસાના વેપાર સાથે જોડાયેલા હોઈ આરોપીએ પોતાની કંપની માટે કોલસો ખરીદ કરેલ હતો. જે કોલસાના વેપારના ચુકવણા માટે આરોપી દ્વારા ફરીયાદીને અલગ-અલગ કુલ-૭ ચેક આપવમા આવેલ હતા. જે ચેક અપુરતા ભંડોળના કારણે પરત થતાં ફરીયાદ દાખલ કરવામા આવેલ હતી જે ફરીયાદ અધિક ચીફ જયુ. મેજી. સાહેબશ્રી આર.એસ.સીંગલ ની કોર્ટમા ચાલી જતાં નામદાર કોર્ટે ૩૧ દસ્તાવેજી આધાર પુરાવાઓ તથા સાહેદોની જુબાનીને ધ્યાને લઈને આરોપીને ૧ વર્ષની કેદની સજા તથા રૂા.૪૪,૭૭,૦૦૦/- વળતર પેટે ૩૦ દિવસમા ચુકવી આપવાનો હુકમ ફરાવેલ છે. અને જો આરોપી રકમ ના ચુકવે તો વધુ ૩ માસની સજા કરતો હુકમ કરેલો છે. અને આરોપી વિરૂધ્ધ કલમ-૭૦ મુજબ બીનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમા ફરીયાદીના વકીલ તરીકે દેવાયત એન.બારોટ અને ખીમરાજ ગઢવીએ વિગતવારની દલીલો કરી હતી. અને તેમની સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જય કટુઆ, અંકિત ભાનુશાલી, હાજર રહયા હતા.

Comments