Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલત ૧૬,૨૧૫ કેસોનો સુખદ નિકાલ

11 July


૩૧ કરોડના એવોર્ડ જાહેર

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૧૧ જુલાઈના રાષ્ટ્રીય લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ પી.ની સીધી રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં આ લોક અદાલત યોજાઈ હતી. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ ૧૧,૪૫૨ પ્રી-લીટીગેશન કેસો, ૧,૧૩૮ સમાધાન લાયક ફોજદારી તથા દીવાની કેસો અને સ્પેશીયલ મેજીસ્ટ્રીયલ સીટીંગમાં ૩,૬૨૫ કેસો મળીને કુલ ૧૬,૨૧૫ જેટલા મોટી સંખ્યામાં કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ ૩૧ કરોડ રૂપિયાના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા.આ લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં અગાઉથી જ સઘન સમાધાનની પ્રક્રિયા હાથ ધરીને કેસોના ત્વરિત નિકાલની કાર્યવાહીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ સફળતાના તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનીયર સિવિલ જજ બી. એમ. પ્રજાપતીએ ન્યાયાલયના તમામ કર્મચારીઓ, વકીલશ્રીઓ તેમજ આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
-------- 

Comments

COMMENT / REPLY FROM