માધાપરમાં વિદ્યાર્થીઓ માટે એઆઈ અને સાયબર જાગૃતિ સેમિનાર યોજાયો
ભુજ - કચ્છઉદય : એમ.એસ.વી. માધાપર ખાતે આશરે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર જાગૃતિ" વિષયક વિશાળ જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલન કોર્ડિનેટરશ્રી એમ. આઈ. બાયડ દ્વારા પૂર્વ આયોજન સાથે સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.આચાર્ય ડૉ. મહેશ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પ્રારંભે આચાર્યે મુખ્ય વક્તા ડૉ. અમર મહેતા તથા કોર્ડિનેટરશ્રી એમ. આઈ. બાયડનું પુસ્તક અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું. કોર્ડિનેટરશ્રી એમ. આઈ. બાયડ દ્વારા સાયબર ક્રાઇમ અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. અમર મહેતા, સિસ્ટમ એન્જિનિયર, કચ્છ યુનિવર્સિટી, ભુજનો પરિચય કરાવવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા તરીકે ડૉ. અમર મહેતાએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી મોબાઇલ, કમ્પ્યુટર અને આધુનિક ટેક્નોલોજી સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે. તેથી નવી ટેક્નોલોજીનો સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો સમયની માંગ બની ગયો છે. ડૉ. મહેતાએ શરૂઆતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વિસ્તૃત અને સરળ સમજૂતી આપી હતી. ત્યારબાદ તેમણે ચેટજીપીટી, જેમીની અને ગુગલ એઆઈ જેવા આધુનિક એ.આઈ. પ્લેટફોર્મનો અભ્યાસ, સંશોધન, માહિતી મેળવવા, લેખન, પ્રેઝન્ટેશન અને દૈનિક જીવનમાં કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપી હતી. સાથે સાથે તેમણે આ ટેક્નોલોજીના ફાયદાઓ ઉપરાંત તેના ગેરફાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે છૈં એ એક કૃત્રિમ બુદ્ધિ છે, જે માનવ જીવનને સરળ અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ છે. પરંતુ તેનો જરૂર પૂરતો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. જો છૈં પર અતિશય નિર્ભરતા વધી જાય તો વ્યક્તિની વિચારશક્તિ, જ્ઞાન મેળવવાની સ્વાભાવિક પ્રક્રિયા, અભિવ્યક્તિની ક્ષમતા અને સમસ્યાઓ ઉકેલવાની શક્તિ ધીમે ધીમે ઘટી શકે છે. તેથી છૈં ને સહાયક સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ, તેના પર સંપૂર્ણપણે આધારિત બનવું યોગ્ય નથી.
વ્યાખ્યાન બાદ યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેના સચોટ, તર્કસંગત અને માહિતીસભર જવાબો ડૉ. અમર મહેતા દ્વારા આપવામાં આવ્યા હતા. આ સત્ર વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બન્યું હતું. સંચાલન પંકજ દહીંસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ આચાર્ય ડૉ. મહેશ ઝાલાએ કરી હતી. વ્યવસ્થા શાળાના શિક્ષકો તથા સ્ટાફ પરિવારે સુંદર રીતે સંભાળી હતી.
-----

Comments