Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

રમત ગમત દ્વારા જીવનમાં નિર્ણય શક્તિ, અનુશાસન, સ્વરક્ષણ જેવા કૌશલ્યો કેળવાય

11 July



કચ્છી લેવા પટેલ દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું : રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા 

ભુજ - કચ્છઉદય : શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણધામ, કન્યા રતનધામ, હરીપર મધ્યે વાર્ષિક રમતોત્સવ ૨૦૨૬-૨૭નું આયોજન કરાયું હતું.આ પ્રસંગે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા, વર્લ્ડ યોગા ચેમ્પિયન શીપ ૨૦૨૬ના ગોલ્ડ મેડાલીસ્ટ હિનાબહેન રાજગોર ઉપસ્થિત રહી રમતવીરોને વૈશ્વિક કક્ષાએ ખેલદિલી પૂર્વક ભાગ લઈને પ્રગતિ કરવાની પ્રેરણા પૂરી પાડેલ તથા કેશરાભાઈ પિંડોરીયા દીકરીઓને ખેલદિલી પૂર્વક રમવા માટે શુભેચ્છા પાઠવેલ હતી. ખેલાડીઓ દ્વારા આકર્ષક માર્ચપાસ્ટ, મશાલ દોડ દ્વારા રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. દીકરીઓ ખૂબ મોટી સંખ્યામાં મેદાન પર વિવિધ રમતો જેવી કે દોડ, ફેંક, કૂદ, ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ, બાસ્કેટબોલ, રસ્સાખેંચ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને રમત-ગમત પ્રત્યેની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરેલ હતું.  રમત - ગમત ખેલાડીના જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ, નેતૃત્વશક્તિ, ટીમ ભાવના અને સ્વસ્થ જીવનશૈલી વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આધુનિક અને પરંપરાગત રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ વેળાએ ધનસુખભાઈ શિયાણી, મનજીભાઈ પિંડોરીયા, કરશનભાઈ મેપાણી, વિનોદભાઈ પિંડોરીયા, લક્ષ્મણભાઈ રાઘવાણી, ગોપાલભાઈ વેકરીયા, રામજીભાઈ સેંઘાણી, જેન્તીભાઈ વેકરીયા, હરીશભાઈ, રવજીભાઈ ગોરસીયા, કિશોરભાઈ, રવજીભાઈ ખેતાણી, હરીશભાઈ વેકરીયા, મહિલા સભ્યો કાન્તાબહેન વેકરીયા,  કસ્તૂરબહેન ગોરસીયા, નીતાબહેન, અર્પિતાબહેન, રીતુબહેન ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવનું સમગ્ર આયોજન અને સંચાલન શાળાના આચાર્ય હેતલબહેન ભુડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગૃહમાતા ખુશ્બુબહેન, વ્યાયામ શિક્ષકો સાથે સમગ્ર સ્ટાફ પરિવારે સહયોગ આપ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM